પૃષ્ઠો
- My facebook ID
- My facebook Page
- My Twitter
- સંદેશ પેપર-Sandesh news
- Study Material
- All Education
- School Material
- Examinations
- CCC/CCC+
- GPSC/UPSC/ALL EXAM
- Excel sheet work
- Answer Keys
- MP3-HD Movie
- old Hindi songs
- Live TV
- JOB Updates
- Gujarati Mobile App
- Online Aadharcard
- અંગ્રેજી શીખો-Learn English
- Quiz Corner
- ઉપયોગી વેબસાઈટ-Useful Website
- રીઝલ્ટ જાણો-Find Results
- રોજગાર સમાચાર-Employment News
- જનરલ નોલેજ-General Knowledge
- ઘરેલુ ઉપચારો-House Cures
- કોમ્પ્યુટર શીખો-Computer Learn
- દુનિયા જુઓ-World View
- સરકારી સહાય અરજીપત્રકો-Govt.Application
- પરિપત્રો-Circulars
- સરકારી યોજનાઓ-Governmental schemes
- પરીક્ષાની તૈયારી માટે-Exam preparation
- ગુજરાત હાઈકોર્ટ-Gujarat High Court
- સોફટ્વેર ડાઉનલોડ-Software download
- સરકારી વિભાગની વેબસાઇટો-State Department website
- ધોરણ ૧૦/૧૨ પછી?-Standard 10/12?
- Gujarati jokes, plays, songs, video
- ઈ-વિદ્યાલય-E-University
- ગુજરાતી રસોઈ શીખો-Gujarati cooking Learn
- જાણો ગુજરાત વિશે-Learn about Gujarat
- વૈજ્ઞાનિકો-Scientists
- ગણિત-વિજ્ઞાન શીખો-Mathematics-Science Learning
- પાઠ્ય પુસ્તકો ૧ થી ૧૨-Textbooks 1 to 12
- ગમન સાંથલ-Gaman Santhal
- ગુજરાતી સુગમસંગીત- geet gazal
- શ્રધ્ધાંજલી/બેસણું
- મારા વિશે...
- રબારી સમાજ વિશે
- રબારી સમાજની વેબસાઈટો
- PSI/ASI/Constable Exam Material
- TET TAT HTAT
- Read News Papers
- Home 1
- Apply online ઓજસ વેબસાઈટ
23/03/2016
07/11/2015
Script for IBPS CLERK V Exam Schedule
Tasks
|
Date
|
Download IBPS PET Admit Card Pre-Examination Training (PET) for SC / ST / Minority Community / EXSM / PWD candidates
|
03.11.2015 to17.11.2015
|
IBPS Clerk Pre-Examination Training Dates
|
16.11.2015 to 21.11.2015
|
Download IBPS Clerk Exam Admit Card Dates
|
18.11.2015
|
IBPS Clerk Exam Date for Clerk Prelims | Mains Exam
|
05, 06 ,12 , 13 , December 2015
|
Result of IBPS CWE Clerk Exam (Preliminary)
|
December 2015
|
Download call Letter of Online Exam Mains
|
December 2015
|
Online Exam Mains date
|
02 , 03.01.2016
|
Declaration Of Result Mains
|
January 2016
|
Download of Call letters for IBPS Clerk Interview
|
January 2016
|
Conduct of Interview Of Clerk
|
February 2016
|
Provisional Allotment of IBPS Clerk
|
April 2016
|
03/11/2015
Story must read. .
એકવાર વાચશો તો મોજ આવી જશે.....વાંચજો જરુર....
"ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.
એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.
એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’
આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.
યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.
રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.
ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.
બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’
પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !
આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?
02/11/2015
01/11/2015
GK
૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
(૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
(૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
(૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
(૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
૧) ભારતની હાઇકોટઁના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોન ?........લીલા શેઠ
(૨) બંધારણની કઈ કલમ સસંદને બંધારનણમાં સુધારો કરવાની સત્તા આપે છે?.......... 368
(૩) પાણીનાં ટીપાં ક્યા કારણસર ગોળ હોય છે?.......... પ્રુષ્થ્તાણ
(૪) ધોવાના સોડાનું રાસાયણીક નામ શું છે?........ સોડિયમ કાર્બોનેટ
(૫) અવાજ ક્યા એકમમાં મપાય છે?.......... ડેસિબલ
(૬) રુધિર જામી જવાની ક્રિયા માટે કયું ખનિજ દ્રવ્ય જરૂરી છે?........ કેલ્સિયમ
(૭) બુધને કેટલા ઉપગ્રહ છે?.......... 0
(૮) બંધારણના ક્યા આર્ટીકલ અનુસાર હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે?.......... 343
(૯) વનસ્પતિનો લીલો રંગ શાને આભારી છે?....... ક્લોરોફિલ
(૧૦) ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું?........... રૈવતક
(૧૧) ચુંટ્ણી કમિશનની રચના માટે બંધારણના ક્યા આર્ટીકલમાં જોગવાઈ કરવામાં આવી છે?...... 342
(૧૨) હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું?........ ચાંગદેવ
(૧૩) ભવનાથનો મેળો ક્યારે ભરાય છે?........ શિવરાત્રી પર
(૧૪) ગુજરાતનું કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે?....... નવસારી
(૧૫) વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?.......... પ્રતાપસિંહ ગાયકવાડ
(૧૬) ગ્રામ પંચાયતોની ચુટણી કરાવવાનો નિણઁય કોણ કરે છે ?........... રાજ્યા સરકાર
(૧૭) ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે ?..........સંદેશવ્યવહાર
(૧૮) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ?...........અવાજની ગતિ
(૧૯) ‘તેજાબી વરસાદ’ ની ઘટના માટે ક્યો વાયુ કારણભૂત હોય છે ?............સલ્ફર ડાયોક્સાઇડ
(૨૦) ભારતના બંધારણમાં મુળભૂત હક્કો તેના ક્યા અનુછેદ ક્ર્માંકમાં સમાવિસ્ટ છે ?........ 14
(૨૧) અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ?........નર્મદા
(૨૨) ભારતીય બંધારન અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ કોણ ?.......ન્યાયપાલિકા
(૨૩) ભરતની બંધારણ સભાના સલાહ્કાર કોણ હતા ?.........બી.એન.રાવ
(૨૪) વરસાદ માપવા માટે વપરાતુ સાધન ......... ઉડોમીટર
(૨૫) વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે ?........વૃક્ષના થડમાં પડેલ વર્તુળ આકાર વલયોથી
(૨૬) ગુજરાતમાં સૌથી વધુ ઔધોગિક એકમો ધરાવતી ઔધોગિક વસાહત કઈ છે?...અંકલેશ્વર ઔધોગિક વસાહત
(૨૭) સિલિકોન શેમાંથી પ્રચુર માત્રમાં મળી આવે છે ?........રેતી
(૨૮) દરિયાકાંઠાની વનસ્પતિ ‘ મેંગ્રુવ્સ ‘ નું ગુજરાતી પર્યાયવાચી નામ છે......... ચેર
(૨૯) ગુજરાત્માં ‘ પરમાણુ વીજમથક ‘ ની યોજના ક્યા સ્થળે આકાર લઇ રહી છે ?..... મીઠી વીરડી – જસાપર
(૩૦) ગુજરાતને કેટલા એગ્રો-ક્લાયમેંટ જ્હોનમાં વહેંચવામાં આવ્યું છે ? …….. આઠ
(૩૧) ‘વરલી’ એ કઈ કળા છે… ચિત્ર
(૩૨) ‘ધમાલ’ ન્રુત્યા એ કોની ખાસિયત છે? સીદી
(૩૩) ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલ સીલ શેનાં બનેલા છે ?...... પકવેલી માટી
(૩૪) કમ્પ્યુટરમાં વપરાતી આઈસી ચીપ્સ શાની બનેલી હોય છે ?......સિલિકોન
(૩૫) ‘પેનલ્ટી કીક’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?........ફુટ્બોલ
(૩૬) ‘ઈરડા’ એ ક્યાં ક્ષેત્રનું નિયમન કરે છે ?......... વિમાં
(૩૭) ભારતમાં કટૉકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતાં? …….શ્રી બાબુભાઈ પટેલ
(૩૮) પંચાયત રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું ?......... બળવંતરાય મહેતા
(૩૯) બંધારણના ક્યા અનુછેદમાં પંચાયતની જોગવાઈ કરાઈ છે ?....... 243
(૪૦) ભારતના સર્વોકચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા?...... શ્રી હરિલાલ કણિયા
(૪૧) ગ્રામ પંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ?......... પાંચ
(૪૨) મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા ?........ શ્રી ઈંદુલાલ યગ્નિક
(૪૩) ગુજરાત રાજ્યની સ્થપ્ના પછી સર્વપ્રથમ વિધાંસભા અધ્યક્ષપદે ક્યા મહાનુભાવ હતા ?...... શ્રી કલ્યાણજી મહેતા
(૪૪) “સુરક્શિત મત્રુત્વ દિવસ “ કોની સ્મૃતિમાં ઉજવાય છે ?....... કસ્તુરબા ગાંધી
(૪૫) રોજગારવાંછુ ઉમેદવારોને રોજગારી પ્રાપ્તિ માટે નીચેના માથી કઈ વેબસાઇટ વધુ ઉપયોગી ગણાય છે ?..... ઓઝસ
(૪૬) સુર્યથી સૌથી નજીક ગ્રહ ક્યો છે ?..........બુધ
(૪૭) વીટામિન ‘ એ’ ની ઊણપથી શરીરના ક્યા અંગને નુકસાન થાય છે?.......... આંખ
(૪૮) ગુજરાતમાં “ બારડોલી સત્યાગ્રહ “ સાથે કોનું નામ જોડાયેલું છે?.........સરદાર પટેલ
(૪૯) સ્વતંત્રતા ચળવળ વખતે “ ચલો દિલ્લીનો “ નારો કોણે આપ્યો હતો ?........ નેતાજી સુભાષચંદ્ર બૉઝ
(૫૦) અફિણની ખેતી ક્યાં થાય છે ?............ઉત્તરપ્રદેશ
(૫૧) “વંદે માતરમ “ ના રચયિતા કોણ ?.......... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
(૫૨) રસીકરણની શોધ કોણે કરી ?........... એડવર્ડ જેનર
(૫૩) સિનેગોગ ક્યા ધર્મનું પ્રાર્થના સ્થળ છે ?.......... યહુદી
(૫૪) એક મિલિયન એટલે શું થાય ?......... દસ લાખ
(૫૫) રશિયાએ છોડેલા પ્રથમ અવકાશયાનનું નામ શું હતું ? સ્પુટનિક
(૫૬) બાંગ્લાદેશના પ્રથમ પ્રમુખ કોણ હતા ?......... શેખ મુજિબૂર રહેમાન
(૫૭) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ?....... 100
(૫૮) પૃથ્વીના ઉપગ્રહનું નામ આપો....... ચંદ્ર
(૫૯) ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા ?........... સુચેતા કૃપલાણી
(૬૦) તિરૂવઅનંતપુરમ્ નું જૂનું નામ શુ^ હતું ?........... ત્રિવેન્દ્રમ
(૬૧) “સ્નેહરશ્મિ “ કયા લેખક્નું ઉપનામ છે ?.......... ઝિણાભાઈ દેસાઈ
(૬૨) મધ્ય પ્રદેશની રાજધાની કઈ છે ?..........ભોપાલ
(૬૩) બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવી ?........ ફતેહપુર સિક્રિ
(૬૪) સુર્યપ્રકાશને પ્રુથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે ?......... 8 મિનિટ
(૬૫) વિશ્વ સ્તરે 5મી જુન ક્યા દિવસ તરીકે જાણીતો છે ?........... પર્યાવરણ દિવસ
(૬૬) બુદ્ધિશાળી પ્રાણી કોણ ગણાય છે ?.......... વ્હેલ માછલી
(૬૭) વરસનો લાંબામાં લાંબો દિવસ ક્યો છે ?........... 21 જૂન
(૬૮) ભારત્માં ઉજવાતો ‘રાષ્ટીય યુવા દિન ‘ ક્યા મહાપુરુષનાં જન્મ દિવસ છે ?........ સ્વામી વિવેકાનંદ
(૬૯) નીચેના પૈકી કૈ નદી વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે ?......... નાઇલ
(૭૦) વિશ્વ સમુદાય ‘આંતરરાષ્ટીય માત્રુભાષા દિવસ’ ની ઉજવણી કરે છે, તે દિવસ. ......... 21 ફેબ્રુઆરી
(૭૧) વિશ્વ વનદિન ક્યારે ઉજવવામાં આવે છે?..........21 માર્ચ
(૭૨) સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નેર જનરલ હતા........ સી. રાજગોપાલાચારી
(૭૩) ભારતની ‘જંગલ સંપદા સંસોધન’ ની સૌ પ્રથમ સંસ્થા ક્યા આવેલી છે?...... દહેરાદૂન
(૭૪) ‘જય જય ગરવી ગુજરાત....’ ની પંક્તિના સર્જક મહાનુભાવ છે ?....... કવિ નર્મદ
(૭૫) અમદાવાદ મ્યુનિસિપલટીનાં સર્વપ્રથમ મહિલા સભાપદ હતાં........ વિદ્યાગોરી ર. નીલકંઠ
(૭૬) વેળાવદરનું અભ્યારણ્ય ક્યા વન્યપ્રાણી માટેનું અભ્યારણ છે?......... કાળિયાર
(૭૭) ‘હોર્સ પાવર ‘નીચેના પૈકી શાનો એકમ છે... કાર્ય
(૭૮) માનવશરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરનારું અંગ છે?....... ફેફસા
(૭૯) દુનિયાનો સૌથી મોટો દ્વિપકલ્પ છે?......... ભારત
(૮૦) પારસીઓ ઇરાનથી નીકળીને સૌ પ્રથમ ગુજરાતના ક્યા બંદરે ઉતર્યા ?............ સંજાણ
(૮૧) સંત બેલડી ‘જેસલ- તોરલ’ ની સમાધિ ક્યા નગરમાં આવેલી છે ?.......... અંજાર
(૮૨) કેન્દ્રશાસિત પ્રદેશઓમાં કોના દ્વારા વહિવટ થાય છે. == રાષ્ટ્રપ્રમુખ
(૮૩) મુલ્લા પેરિયાર ડેમ સંદર્ભે કઈ બાબત સાચી છે . == ૧૧૬ વર્ષ જુનો છે
(૮૪) સરકાર દ્વારા પૂરી પડાતી એમ્બ્યુલન્શ સેવા ની ગાડી પર કયું લખાણ જોવા મળતું નથી. == enri
(૮૫) ગુજરાતમાં સામાન્ય રીતે સહુથી વધુ ઠંડિ કયાં પડે છે. == નલિયા
(૮૬) રણના ઊંચા ભાગને શું કહે છે. == લુણાસરી
(૮૭) ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોર્ડ ક્લાઇવે દાખલ કરેલી દ્વિમુખી શાસનપદ્ધતિ કોણે બંધ કરી. == લોર્ડ હેસ્ટિંગ્સ
(૮૮) પેરિસના એફિલ ટાવર ની ઊંચાઇ કેટલી છે. == ૩૨૫ મીટર
(૮૯) મીટિઅરોલજિ શાસ્ત્ર ઍ .. હવમાન ના લક્ષણૉ , ફેરફાર નો અભ્યાસ કરતુ શાસ્ત્ર છે
(૯૦) રાજ્યસભાના ૧\૩ સભ્યો.... દર ૨ વષઁ નિવ્રુત થાય છે
(૯૧) રેડિયો ઍકટીવિટી પ્રમાણિત ઍકમ.... ક્યૂરિ
(૯૨) ગુજરાતમા સહુથી વધારે વરસાદ ક્યાં થાય છે..... કપરાડા તાલુકો : વલસાડ
(૯૩) ગુજરાતના ભોગોલિક વિસ્તારનું કદ......... આશરે ૨ લાખ ચોરસ કિલોમીટર છે
(૯૪) ગુજરાતમા કઈ જગ્યાએ લીલા રંગનો આરસ મળી આવેલ છે........ છુછાપુરા - જિલ્લો : કચ્છ
(૯૫) ખોડિદાસ પરમાર એ કઈ કલાના સાધક છે. ....... ચિત્ર
(૯૬) ધંધાના બંધારણની દ્રષટી એ અમુલ ડેરી શું ગણાય ?........સહકારી ફેડરેશન
(૯૭) વિશ્વનાથ આનંદ પછી ભારતમાં ચેસ ગ્રાંન્ડ માસ્ટર કોન બ્ન્યું ?........ કોનેરુ હમ્પી
(૯૮) ભારતના કયા રજ્યામાં દર વષે ગ્રામીણ ઓલ્મ્પિક યોજાય છે ?....... પંજાબ
(૯૯) રૂપેશ શાહનું નામ કઈ રમત સાથે જોડાયેલું છે. ......... બિલિયડઁ અને સ્નુકર
(૧૦૦) તોલ- માપના ત્રાજવાં – કાંટા માટે કયું જાણીતું છે ?.......
સાવરકુંદડલા
(૧૦૧) ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ એવોડઁ વિજેતા મહિલા કોણ ?........આશાપૂણાઁ દેવી
(૧૦૨) ૭ સમુદ્રોને તરીને પાર કરનાર વિશ્વની પ્રથમ મહિલા કોણ ?..........બુલા ચૌધરી
(૧૦૩) ઠુમરીના પ્રસિદ્ધ ભારતીય કલાકારો એટલે...... સિદ્ધેશ્વ્રરી દેવિ અને ગિરિજા દેવિ
(૧૦૪) શ્રીમતી એની બેસન્ટ કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે ?.........થિયોસોફિકલ સોસાયટી
(૧૦૫) ભારતીય સૈન્યામાં જોડાનાર પ્રથમ મહિલા કોણ ?.........પ્રિયા ઝિન્ગાન
(૧૦૬) ભારતીય સેનાની ત્રણેય પાંખોના સર્વોચ્ચ વડા કોણ છે?............ રાષ્ટ્રપતિ
