પૃષ્ઠો

24/11/2016

LRB results

💥 *પોલીસ ભરતી 2016* 💥

*આ લેખીત પરીક્ષામાં 40 થી ઉપર ગુણ લાવી ફિઝીકલ ટેસ્ટ માટે સફળ થયેલા રબારી સમાજના તમામ ઉમેદવારો ને રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રેકટ ગુજરાત) અભિનંદન પાઠવે છે*

*તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક (કોન્સ્ટેબલ)ની લેખિત પરીક્ષાનું હંગામી પરિણામ*

(૧)આ હંગામી પરિણામ જે તે ઉમેદવાર દ્વારા ojas.gujarat.gov.in ઉપર ભરેલ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ સ્પોર્ટસ/એન.સી.સી./વિધવા/રક્ષાશક્તિ યુનિવર્સીટી પ્રમાણપત્ર અંગે નિયમોનુસાર મળવાપાત્ર વધારાના ગુણ ઉમેરીને તૈયાર કરવામાં આવેલ છે.

(૨)બિન અનામત રીતે આર્થિક પછાત વર્ગો ( UEWS ) ના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં ગણવામાં આવેલ છે.
(૩)જે ઉમેદવાર ફક્ત પોતાના લેખિત પરીક્ષાનુ હંગામી પરીણામ (પ્રોવિઝનલ રીઝલ્ટ) ગુણ જાણવા ઈચ્છતા હોય તેઓ અહી lrb2016.org  ક્લીક કરો.

(૪)લોકરક્ષક લેખિત પરીક્ષાનું હંગામી પરીણામ ( પ્રોવિઝનલ રીઝલ્ટ ) રોલ નંબર પ્રમાણે ટોટલ 12 ભાગમાં મુક્યું છે.

(૫)જે ઉમેદવારો તેમના લેખિત પરીક્ષાના OMR Sheet નું રીચેકીંગ કરાવવા ઈચ્છતા હોય તે તમામ કેટેગરીના ( SC, ST, SEBC & General ) ઉમેદવારોએ રી ચેકીંગ ફીના રૂ.૩૦૦/- ના ‘’CHAIRMAN, LOKRAKSHAK RECRUITMENT BOARD’’ ના નામનો રાષ્ટ્રીયકૃત બેન્કના ડીમાન્ડ ડ્રાફ્ટ તેમજ પોતાની હોલ ટીકીટ (Call Letter) સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં રૂબરૂમાં અથવા પોષ્ટ દ્રારા નીચેના સરનામે અરજી મોકલી શકશે.સરનામું:-અધ્યક્ષ, લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકશ્રી, વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧.
લોકરક્ષક ભરતી બોર્ડ કંન્ટ્રોલરૂમઃ
ફોન નં.: ૦૨૬૫-૨૪૩૭૬૦૭ મોબાઈલ નં.: ૯૯૭૮૪૦૮૪૮૯તા.૧૪/૧૨/૧૬ પછી કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી.

(૬)જે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતી વખતે એન.સી.સી./આર.એસ.યુ./વિધવાના પ્રમાણપત્રની વિગતો દાખલ કરવાની રહી ગયેલ હોય અને આ તબક્કે વધારાના ગુણ મેળવવા ઈચ્છતા હોય તો તેઓએ આ અંગેના પ્રમાણપત્રની સ્વપ્રમાણિત નકલ સાથે તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં લેખિત અરજી કરી શકશે. તે બાદ અરજી કોઈ પણ સંજોગોમાં સ્વિકારવામાં આવશે નહી.

(૭)સ્પોર્ટસ અંગે કોઈ ઉમેદવાર ઓનલાઈન અરજી સમયે વિગતો શરતચુકથી ભરવાની રહી ગયેલ હોય અને હાલ વધુ ગુણ મેળવવા ઈચ્છતા હોય તેવા ઉમેદવારોએ સબંધિત જિલ્લા રમતગમત અધિકારી પાસેથી તેઓને આ રમત માટે નિયમ મુજબ વધારાના ગુણ મળવાપાત્ર છે. તે અંગેનું પ્રમાણપત્ર મેળવી તા.૧૪/૧૨/૨૦૧૬ સુધીમાં અરજી કરી શકશે.

💥 *આ ચકાસણી કર્યા પછી આખરી પરિણામ તા.૨૦/૧૨/૨૦૧૬ સુધીમાં જાહેર કરવામાં આવશે*

💥 *લેખિત પરીક્ષામાં ૪૦ અથવા ૪૦ થી વધારે ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા ૧,૩૪,૯૪૭. (ટોટલ અંદાજે 1,42,000 પાસ કરવાના હતા તેમાં પણ 7000 જેટલા ઉમેદવારો ઘટયા)*

💥 *લેખિત પરીક્ષામાં ૪૦ અથવા તેનાથી વધારે ગુણ મેળવેલ હોય તે તમામ ઉમેદવારોને ફીઝીકલ ટેસ્ટ (PET/PST) માટે બોલાવવામાં આવશે. આ પ્રક્રિયા આશરે તા.૦૫/0૧/૨૦૧૭ થી શરૂ કરવાનું આયોજન છે. *

*🙏🏻રબારી સમાજ ની તમામ સંસ્થાઓ દ્વારા ચાલતા દરેક જિલ્લાના કલાસ દ્વારા આજે સમાજ નું બહુ સરસ રીઝલ્ટ મળ્યું છે આ તમામ સંસ્થાઓનો ખુબ ખુબ આભાર.🙏🏻*

*👏🏻સમાજ ના વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે કોઈ તકલીફ ના રહે એ માટે આગળના દિવસે બધા જિલ્લામાં રહેવા-જમવાની સગવડ કરનાર તમામ સમાજ સેવકોનો પણ ખુબ ખુબ આભાર.અને ભવિષ્યમાં આવોજ સહકાર આપશો જેથી હંમેશા સમાજ નું આવું સારું પરિણામ મળે.👏🏻*
👍🏻👍🏻✌🏻👍🏻👍🏻

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો