*🌴આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.🌴*
👉આ *'ધોખો'* છે શું..??
વિક્રમ સંવતનું 'કેલેન્ડર' *ચંદ્રની ગતિ* પર આધારિત છે. આમ તો પૃથ્વી પરની બધી કુદરતી ઘટનાઓ, *ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ* પર આધારિત જ છે.
સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ *ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.*
દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે,
*'કૃતિકા'* નક્ષત્રથી *કારતક* માસ,
*'મૃગશીર્ષ'* નક્ષત્રથી *માગશર,*
*'પુષ્ય'થી પોષ,*
*'મઘા'થી મહા* વગેરે..
આવી જ રીતે *'આસો'* માસની *અમાવાસ્યા* બાદ, ચંદ્ર *'કૃતિકા'* નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે.
*ચંદ્રના,* પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય *'પૂર્ણ દિવસ'* માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલે કે ચંદ્રએ *વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.*
આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.
પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય.
વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો *'બફર' દિવસ (પડતર દિવસ)* ગણાય.
જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતા. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...??
આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને *ધોકો* ખરેખર તો *ધોખો* કહેવાય છે.
*આ છે 'ધોકા(ધોખા)'નું રહસ્ય.*
*'પડતર દિવસ' તેવું નામ આપ્યું*
*🛕આપ સૌને આજે ધોકાની (ધોખા)(પડતર) દિવસની શુભકામનાઓ....*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો