ખૂબજ દુઃખદ...😭
સમાજ ને મોટી ખોટ પડી
અમદાવાદ રેક્ટ સંકુલ પ્રણેતા અને ગુજરાત માલધારી સમાજની શિક્ષણની જ્યોત પાથરનાર જીવણભાઈ જોરાભાઈ દેસાઈ ભાન્ડુ આપણી વચ્ચે રહ્યા નથી પ્રભુ સદગતના દિવંગત અમર આત્માને પરમ શાંતિ અને પરિવારને સાંત્વના આપે એવી પ્રાર્થના સહ શ્રધ્ધાંજલિ...
🙏 ૐ શાંતિ શાંતિ 🙏
આજે *શ્રી જીવણ દાદા* ના દુઃખદ સમાચાર સાંભળીને રબારી સમાજ ના નવયુવકો અને જીજ્ઞાશું મિત્રો ને ઊંડો ધ્રાસકો પડ્યો છે..
રેક્ટ સંસ્થા નો પાયો રોપી,
એને વટવૃક્ષ બનાવી અને ઢગલો યુવાનો ને રોજગારી આપી છે.
શિક્ષણ માટે સમાજ માં થતી અપીલ અને શકય એટલું મહત્તમ દાન આપી - એકઠું કરવામાં દાદા નો ફાળો અમૂલ્ય રહયો છે.
રેક્ટ સંકુલ બનાવવા ની કામગીરી માં ખૂબ ઊંડો રસ લીધો હતો અને એ સમાજ નું એક કેન્દ્રબિંદુ બની રહેશે.
આ ઉંમરે *દાદાની* આંખો માં શિક્ષણ ની ચમક અને સમાજ ને ઉંચેરો લઈ જવાનો ઉત્સાહ હતો.
એ ઉત્સાહ ના પરીણામ સ્વરૂપે આજે ગુજરાતમાં તમામ પ્રકારની કચેરીઓમાં રબારી નો દીકરો નોકરી કરે છે અને એકેક ખૂણેથી સમાજ માટે મદદરૂપ થાય છે.
સમાજ માં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે એમના માં થાક ક્યારેય જોવા નહોતો મળતો, હમેશા સ્ફૂર્તિ અને તેજ વહેતુ.
ક્યાંય મોટપ નહિ કે ક્યાંય અહમ નહિ.
સમાજ માટે અડધી રાત્રે દોડી અને સેવા માટે હંમેશા તત્પર..
જાણે એક સંત એના શિષ્યો ને સુંદર માર્ગ બતાવી અને શિવરૂપ થઈ ગયા.
*દાદા ની તેજસ્વી છબી ક્યારેય સમાજ માટે આછી નહિ થાય.*
એમને કરેલ કર્યો સમાજમાં હમેશા ઉદાહરણ રૂપ બની રહેશે.
કુદરત આગળ આપણે સૌ પાંગળા છીએ.
પ્રભુ ને ગમ્યું એ ખરું.
આદર્શ વ્યક્તિના ગુણો હમેશા એની ઉત્તમ છાપ છોડી જાય છે.
🙏🏻🙏🏻
*ૐ શાંતિ શાંતિ શાંતિ*


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો