*ખાસ નોંધ- જે વિદ્યાર્થી ભાઈઓને હજુ રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય એમણે મોડામાં મોડું તા- ૧૩/૦૪/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું....*
*નોંધ- જે વિદ્યાર્થી ભાઈઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે એમણે ફરી રજીસ્ટ્રેશન કરવું નહીં...*
*સમસ્ત ગુજરાત રબારી સમાજના વિદ્યાર્થી ભાઈઓ જોગ*
*રેક્ટ કુમાર છાત્રાલય એડમિશન*
*હાલમાં જાહેર થયેલ ૪૭૨ PSI અને ૧૨૦૦૦ જેટલી પોલીસ કોન્સ્ટેબલની ભરતીને ધ્યાનમાં રાખીને રેક્ટ અમદાવાદ - વૈષ્ણોદેવી ખાતે નવીન સંકુલમાં કુમાર છાત્રાલયમાં રહેવા-જમવાની સગવડ સાથે પોલીસ ભરતી માટેના સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસ ટૂંક સમયમાં શરૂ થનાર છે.... જે માટે હોસ્ટેલમાં એડમિશન લેવા માંગતા ભાઈઓને નીચે આપેલ લિંક ઓપન કરીને ગૂગલ ફોર્મમાં આપેલ તમામ માહિતી લખી સબમીટ કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે....*
*રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા નીચેની લિંક પર ક્લિક કરો⤵️*
*https://forms.gle/v9R4a2mwSCoqhbmX8*
*📍નોંધ- હાલમાં માત્ર ૧૦૦ વિદ્યાર્થી ભાઈઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવશે....*
*રજીસ્ટ્રેશન થયેલ વિદ્યાર્થીઓની ઓનલાઇન પ્રવેશ પરીક્ષા લઈને મેરીટ આધારિત પ્રવેશ આપવામાં આવશે... પ્રવેશ પરીક્ષા તા- 14/04/2024 (રવિવાર)ના રોજ ઓનલાઈન ટેસ્ટ માધ્યમથી લેવામાં આવશે.... જેનો વિગતવાર અભ્યાસક્રમ નીચે પ્રમાણે રહેશે...*
*પ્રવેશ પરીક્ષા અભ્યાસક્રમ*
*(૧) ભારતનું બંધારણ- ૨૦ ગુણ*
*(૨) ગુજરાતનો ઈતિહાસ/ભુગોળ/વારસો- ૩૦ ગુણ*
*(૩) ભારતનો ઇતિહાસ/ભુગોળ/વારસો- ૧૦ ગુણ*
*(૪) સામાન્ય વિજ્ઞાન- ૧૦ ગુણ*
*(૫) ગુજરાતી વ્યાકરણ- ૧૦ ગુણ*
*(૬) ગણિત/રીશનીંગ- ૨૦ ગુણ*
*કુલ ૧૦૦ પ્રશ્નો (૧૦૦ ગુણ & સમય- ૧ કલાક)*
*ટેસ્ટનો સમય અને ટેસ્ટ આપવાની પદ્ધતિ તેમજ જે કાંઈ વધુ માહિતી હશે તે તમારા રજીસ્ટેશન થયેલ નંબર પર વોટસએપ મેસેજથી મોકલવામાં આવશે...*
*➡️રેકટ ઓફિસ - 7777999391
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો