*🙏 જય દ્વારિકાધીશ 🙏*
રબારી.com તરફથી સમગ્ર #વિશ્વના_માલધારી_ સમાજને*
*🎊🎉 ૨૬મી નવેમ્બર #વિશ્વ_માલધારી_દિવસની શુભેચ્છાઓ 🎉🎊*
*માલધારી સમાજ એ પોતાની આગવી સંસ્કૃતિ અને સંસ્કારને લીધે હમેશાં અનોખી છાપ ધરાવે છે. આજના આ વિશ્વ માલધારી દિવસની ઉજવણીના પ્રસંગે આપણા સૌનું એ નૈતિક ઉતરદાયિત્વ છે કે આપણે આપણાં સમાજને વિશેષ ગૌરવશાળી બનાવવાં માટે કટિબદ્ધ બનીએ..*
*આવો આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણાં માલધારી સમાજની આગવી ઓળખને આપણે નીચેના સાત સંકલ્પ લઈને ગૌરવ અપાવીએ.*
*👳♀️ હું અંધશ્રદ્ધામાં માનીશ નહીં અને સમાજના લોકોને પણ શ્રધ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સમજાવીશ.*
*👳♀️ હું મારા દિકરા - દિકરીને ફરજિયાત ભણાવીશ.*
*👳♀️ હું સમાજમાં ફેલાયેલા કુરિવાજોને દુર કરીશ અને કરાવીશ.*
*👳♀️ હું અંધશ્રદ્ધા પાછળ થતાં ખોટા ખર્ચા અટકાવી સમાજના શિક્ષણ માટે કે જરૂરિયાતવાળા લોકોને મદદ કરીશ.*
*👳♀️ હું માલધારી સમાજનાં હક્ક માટે હંમેશા અવાજ બનીશ.*
*👳♀️ હું મારા માતાપિતા, વડીલો અને ધર્મગુરૂઓનું હંમેશા સન્માન કરીશ.*
*👳♀️ હું મારા સમાજની સંસ્કૃતિનું જતન કરીશ અને લોકોને તેમ કરવા જાગૃત કરીશ.*
*👉 લાવીએ સામાજિક જાગૃતતા એ આપણી જવાબદારી* *"#યુવા_માલધારી"*
*ફરી આજના દિવસની શુભકામનાઓ સાથે સૌને જય શ્રી કૃષ્ણ
ગર્વ છે મને માલધારી સમાજમાં જન્મ થયો છે... હે દ્વારકાધીશ ભવોભવ આ જ કુળ માં અવતાર આપજો..
વિશ્ર્વ માલધારી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
*?સુશિક્ષિત બનીએ, સંગઠીત બનીએ🤝*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો