પૃષ્ઠો

29/11/2020

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એપ્રેન્ટિસની ભરતી

 


*સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એપ્રેન્ટિસની ભરતી*
તાલીમ સમય ૩ વર્ષ (સ્ટાઇપેન્ડ : પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.૧૫૦૦૦, બીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૬૫૦૦ તથા ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૯૦૦૦)
*કુલ ૮૫૦૦ જગ્યાઓ* 
ગુજરાતમાં ૪૮૦ જગ્યાઓ ( અમદાવાદ-૨૧, અમરેલી-૪૩, આણંદ-૧૮, અરાવલી-૭, બનાસકાંઠા-૨૭, બારડોલી-૧૧, ભરુચ-૧૪, ભાવનગર-૩૬, બોટાદ-૫, છોટાઉદેપુર-૧૫, દાહોદ-૪, ડાંગ-૪, દેવભૂમિ દ્વારકા-૧૦, ગાંધીનગર-૮, ગીર સોમનાથ-૨૪, જામનગર-૧૪, જુનાગઢ-૩૯, ખેડા-૧૯, કચ્છ-૭, મહીસાગર-૧, મહેસાણા-૧૭, મોરબી-૧૯, નર્મદા-૫, નવસારી-૬, પચમહાલ-૬, પાટણ-૧૦, પોરબંદર-૯, રાજકોટ-૨૯, સાબરકાંઠા-૧૧, સુરેન્દ્રનગર-૨૯, તાપી-૪, વલસાડ-૮) 
*લાયકાત :* સ્નાતક (ગ્રેજ્યુએટ)
*વયમર્યાદા :* તા.૩૧-૧૦-૨૦૨૦ના રોજ ૨૦ થી ૨૮ વર્ષ (અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં સરકારશ્રીના નિયમાનુસાર છૂટછાટ)
*પસંદગી પ્રક્રિયા :* ઓનલાઈન લેખિત પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૧માં યોજાશે. 
*પરીક્ષા કેન્દ્ર :* અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા 
*પરીક્ષાના વિષયો :* (૧) જનરલ/ફાઈનાન્સિયલ અવેરનેસ (૨૫ પ્રશ્નો) (૨) જનરલ ઇંગ્લિશ (૨૫ પ્રશ્નો), (૩) ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) (૪) રિજનિંગ એબીલીટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) પરીક્ષામાં ખોટા જવાબદીઠ ૦.૨૫ માર્કસ કપાશે. 
*પરીક્ષા ફી :* રૂ.૩૦૦/- ( SC/ST/PWD ઉમેદવારોએ ફી ભરવાની નથી)
*અરજીપ્રક્રિયા :* ઓનલાઈન 
*વિશેષ માહિતી માટે સંપર્ક :* https://www.sbi.co.in/careers અથવા https://bank.sbi/careers 
*ઓનલાઈન અરજીની છેલ્લી તા.૧૦-૧૨-૨૦૨૦*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો