પૃષ્ઠો

28/12/2020

માલધારી ક્રાંતિ દિવસ 29 ડિસેમ્બર

 


સદૈવ  સમાજ માટે  તન મન ધન અને સમય  નો ભોગ આપી  સતત સંઘર્ષ  કરી  સમાજને  હક માટે જાગૃત કરી ઘણું   કરી છુંટનાર  માલધારી નાં  ક્રાંતિવીર સ્વ. શ્રી રણવીર દેસાઈ ની  ૨૯મી ડિસેમ્બર ના  રોજ  જન્મજયંતી છે. જેમણે LRD ભરતી ૧૦૦ થી વધુ દિવસ ગાંધીનગર ખાતે આંદોલન કરી રબારી સમાજ ની દિકરીઓને ન્યાય અપાવ્યો હતો.

તો આવો આપણે સૌ માલધારી મળીને આવા વીર પુરુષ ને સાચી શ્રધ્ધાંજલિ આપીએ  ૨૯ ડીસેમ્બર ને  " માલધારી ક્રાંતિ દિવસ "  તરીકે ઉજવીએ.  

આપના  ઘરનું, સમાજ નું  કે વંશ નું  એ  દરેક વ્યક્તિ  જેણે  સમાજ માટે  કંઈક  કર્યું છે  તેના  માન-સન્માન  માટે  આ  માલધારી ક્રાંતિ દિવસ છે.

શું  સમાજ માટે  લોહી ની  ધાર  કરનારા  માટે  આપણે પરસેવા નું  એક ટીપું પણ અર્પણ ન  કરી શકીએ.

શું  આપણી  એકતા  આખા વિશ્વમાં  તેમજ  દેશમાં એક મિશાલ બને  તે  જરૂર  નથી ??

તો ચાલો ૨૯મી ડિસેમ્બર ના રોજ માલધારી ક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ.

૨૯મી એ રાત્રે ઘર આગળ દિવો કે મીણબતી કરી સમાજ માટે જેમણે કંઈક કરી છુંટ્યા છે એમને પ્રણામ સહ શ્રધ્ધાંજલી અર્પીએ.

             

            ॥ જય દ્વારકાધિશ ॥

            ॥ જય માલધારી ॥

               ॥ જય સંઘર્ષ ॥

#MaldhariKrantiDivas 

#Maldhari દ્વારા સોશિયલ મીડિયા  માં પ્રચારક કરીએ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો