પૃષ્ઠો

28/12/2020

માલધારી ક્રાંતિ દિવસ 29 ડિસેમ્બર

 


સદૈવ  સમાજ માટે  તન મન ધન અને સમય  નો ભોગ આપી  સતત સંઘર્ષ  કરી  સમાજને  હક માટે જાગૃત કરી ઘણું   કરી છુંટનાર  માલધારી નાં  ક્રાંતિવીર સ્વ. શ્રી રણવીર દેસાઈ ની  ૨૯મી ડિસેમ્બર ના  રોજ  જન્મજયંતી છે. જેમણે LRD ભરતી ૧૦૦ થી વધુ દિવસ ગાંધીનગર ખાતે આંદોલન કરી રબારી સમાજ ની દિકરીઓને ન્યાય અપાવ્યો હતો.

તો આવો આપણે સૌ માલધારી મળીને આવા વીર પુરુષ ને સાચી શ્રધ્ધાંજલિ આપીએ  ૨૯ ડીસેમ્બર ને  " માલધારી ક્રાંતિ દિવસ "  તરીકે ઉજવીએ.  

આપના  ઘરનું, સમાજ નું  કે વંશ નું  એ  દરેક વ્યક્તિ  જેણે  સમાજ માટે  કંઈક  કર્યું છે  તેના  માન-સન્માન  માટે  આ  માલધારી ક્રાંતિ દિવસ છે.

શું  સમાજ માટે  લોહી ની  ધાર  કરનારા  માટે  આપણે પરસેવા નું  એક ટીપું પણ અર્પણ ન  કરી શકીએ.

શું  આપણી  એકતા  આખા વિશ્વમાં  તેમજ  દેશમાં એક મિશાલ બને  તે  જરૂર  નથી ??

તો ચાલો ૨૯મી ડિસેમ્બર ના રોજ માલધારી ક્રાંતિ દિવસ તરીકે ઉજવીએ.

૨૯મી એ રાત્રે ઘર આગળ દિવો કે મીણબતી કરી સમાજ માટે જેમણે કંઈક કરી છુંટ્યા છે એમને પ્રણામ સહ શ્રધ્ધાંજલી અર્પીએ.

             

            ॥ જય દ્વારકાધિશ ॥

            ॥ જય માલધારી ॥

               ॥ જય સંઘર્ષ ॥

#MaldhariKrantiDivas 

#Maldhari દ્વારા સોશિયલ મીડિયા  માં પ્રચારક કરીએ




24/12/2020

સદગુરુ શ્રી બળદેવગીરી બાપુ ને શ્રદ્ધાંજલિ


 મહાપુરુષનું મહાપ્રયાણ...🙏

પ.પુ.ધ.ધુ.મહંતશ્રી 1008 બળદેવગીરીજી મહારાજ , વાળીનાથ અખાડા , તરભ , વિસનગર...આજ રોજ બહ્મલીન થયા....ગુજરાત માલધારી સમાજની ઉજવળ જયોત આથમી....

ભગવાન ભોળાનાથ પૂજ્ય બાપુના દિવ્ય તથા પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે એ જ પ્રાર્થના...

જય ગુરુદેવ 🙏 ૐ શાંતિ શાંતિ

23/12/2020

ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમા 1826 ભરતી



ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમા ભરતી

● જગ્યાનુ નામ: ગ્રામીણ ડાક સેવક

● કુલ જગ્યાઓ: 1826

● અરજી કરવાની તારીખ: 21-12-2020 થી 20-01-2021


વિગતવાર વાચો 

India Post Gujarat Circle 1826 GDS Bharti 2020-21

Gujarat Post Gramin Dak Sevak (GDS) 1826 Bharti 2020-2021


ગુજરાત જીડીએસ ભરતી વિગતો:


સંગઠનનું નામ: ભારતીય ટપાલ વિભાગ) ગુજરાત સર્કલ


કુલ સંખ્યા: પોસ્ટ્સ: 1837


પોસ્ટ્સનું નામ:


ગ્રામીણ ડાક સેવક


શાખા પોસ્ટ માસ્તર (બીપીએમ)


મદદનીશ શાખા પોસ્ટ માસ્તર (એબીપીએમ)


ડાક સેવક



પોસ્ટ્સનું નામ:-ગ્રામીણ ડાક સેવક


શાખા પોસ્ટ માસ્તર (બીપીએમ)


મદદનીશ શાખા પોસ્ટ માસ્તર (એબીપીએમ)


ડાક સેવક


વર્ગ મુજબની:


ઇડબ્લ્યુએસ કેટેગરી: 201


ઓબીસી કેટેગરી: 412


પીડબ્લ્યુડી કેટેગરી: 44


એસટી કેટેગરી: 268


એસસી કેટેગરી: 63


સામાન્ય કેટેગરી: 838


==========================

શૈક્ષણિક લાયકાત: ભારત સરકાર / રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા શાળાના કોઈપણ માન્ય બોર્ડ દ્વારા લેવામાં આવતા ગણિત, સ્થાનિક ભાષા અને અંગ્રેજીમાં (ફરજિયાત અથવા વૈકલ્પિક વિષયો તરીકે અભ્યાસ કરાયેલ) ગણિત, દ્વિતીય ધોરણના માધ્યમિક શાળા પરીક્ષાનું પાસ પ્રમાણપત્ર ભારતમાં ગ્રામીણ ડાક સેવકોની બધી માન્યતાપ્રાપ્ત વર્ગો માટે ફરજિયાત શૈક્ષણિક લાયકાત રહેશે. (તા. ૨.0.૦6.૨૦૧8 ના જી.ડી.એસ. નિયામકશ્રી ઓર્ડર નં.


==========================

ભાષા નોલેજ ઉમેદવારોને તેમના ભરતી માટે સ્પીકિંગ એન્ડ રાઇટીંગમાં તેમના પોસ્ટલ વર્તુળની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું આવશ્યક છે.

વય મર્યાદા: (21-12-2020 ના રોજ)


=========================

ન્યૂનતમ: 18 વર્ષ


મહત્તમ: 40 વર્ષ


અરજી ફી:


યુઆર / ઓબીસી / ઇડબ્લ્યુએસ પુરુષ / ટ્રાન્સ-મેન-રૂ .100 / -


એસસી / એસટી / પીએચ - ફી નહીં


સ્ત્રી / ટ્રાંસ-વુમન બધા તેમજ પીડબ્લ્યુડી કેટેગરી - ફી નહીં


ઉમેદવારો કોઈપણ ઓળખાયેલ નજીકની પોસ્ટ્સ ઓફીસ પર ઇ-ચલન સબમિટ કરીને online મોડ દ્વારા અથવા offlineફલાઇન મોડ દ્વારા પરીક્ષા ફી ચૂકવી શકે છે.

ધોરણ 10 પાસ માટે પોસ્ટ વિભાગમા ભરતી

● જગ્યાનુ નામ: ગ્રામીણ ડાક સેવક

1826 જીડીએસ ભારતીને કેવી રીતે અરજી કરવી?


રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 21-2-2-22020 થી 20-01-2021 સુધી www.appost.in દ્વારા online અરજી કરી શકે છે.



મહત્વપૂર્ણ તારીખો:


Application online અરજી રજૂ કરવાની શરૂવાત તારીખ : 21-12-2020


Application online અરજી રજૂ કરવાની છેલ્લી તારીખ: 20-01-2021


07/12/2020

વિહોતર ના પરાગણા અને ઓળખ

 

વિહોતર ના પરાગણા અને ઓળખ

➖➖➖➖➖➖➖➖➖➖

ગુજરાતના વિહોતર રબારીઓએ આજે પણ વસવાટના પંથકોની ઓળખ જાળવી રાખી છે


ગુજરાતમાં વિહોતર રબારીઓની વસતી છેલ્લા પ્રાપ્ય આંકડા અનુસાર પાંત્રીસ લાખ જેટલી મનાય છે. રબારીઓમાં ભોપા, સોરઠીયા રબારી, વિણોયા રબારી, પાટણવાડિયા કે દેસાઇ રબારી, રાયકા, મારૃ, મારવાડી, દેવાંશી, કચ્છી-કાછી રબારીઓ નીચે મુજબના ૫૦ જેટલાં પરગણાઓમાં પથરાયેલા છે. પરગણાં-પંથકો આ મુજબ છે.

૧. વઢિયારપરગણું (રાધનપુર)

૨. ચુંવાળ પરગણું (બહુચરાજી)

૩. ડીસાવડ પરગણું (ડીસા)

૪. ચરોતર પરગણું 

૫. બારગામ પરગણું 

૬. પાટણવાડો પરગણું 

૭. સમાલ પરગણું (સરસ્વતી જિલ્લો)

૮. ભાલ પરગણું 

૯. હવેલી પરગણું 

૧૦. કાનમ પરગણું 

૧૧. દાંતાની સાઇઠ પરગણું 

૧૨. બાવન પરગણું 

૧૩. દોતોર પરગણું 

૧૪. પાંચાલ પરગણું 

૧૫. ગોહિલવાડ પરગણું 

૧૬. ઝાલાવાડ પરગણું 

૧૭. સોરઠ પરગણું 

૧૮. વાગડ પરગણું 

૧૯. ઢેબર પરગણું 

૨૦. કાંસ પરગણું 

૨૧. ગરડા પરગણું 

૨૨. ખાખરિયા ટપ્પા પરગણું 

૨૩. હાલાર પરગણું 

૨૪. બાવીસી પરગણું 

૨૫. છોત્તેર પરગણું 

૨૬. વડનગર બારપરા પરગણું 

૨૭. દંઢાય પરગણું 

૨૮. મોડાસિયા પરગણું 

૨૯. ઊંચી ખારી પરગણું 

૩૦. નીચી ખારી પરગણું  

૩૧. ચોર્યાસી પરગણું 

૩૨. હળમાળિયું પરગણું 

૩૩. તાપીકાંઠા પરગણું 

૩૪. કાઠિયાવાડ પરગણું 

૩૫. મચ્છુકાંઠા પરગણું 

૩૬. કાંકરેચી પરગણું 

૩૭. રાધનપુરી પરગણું 

૩૮. ધાનધાર પરગણું 

૩૯. દેહનું પરગણું (ઈડર - સાબરકાંઠા)

૪૦.અંબાલિયારું પરાગણું (તાલુકો બાયડ)

૪૧. ગઢવાળાં પરગણું (સતલાસણા)

૪૨. વેવરાં પરગણું (ખેરાલુ)

૪૩. બારકાંઠા પરગણું

૪૪. રાજ પરગણું


(આજે તો આ બધા પ્રાચીન પરગણાં બૃહદ ગુજરાતમાં વિલીન થઇ ગયાં છે અને ભૂલાઇ ગયાં છે.)


સૌરાષ્ટ્રમાં જામનગરથી લઇને ઓખા, બેટદ્વારકા પંથકમાં વસવાટ કરતાં રબારી ભોપા રબારી તરીકે ઓળખાય છે. જ્યારે ગીર વિસ્તાર અને તેની આજુબાજુના દરિયાકાંઠાના પોરબંદર, વેરાવળ, ઊના, કોડીનાર અને મહુધા સુધીના વિસ્તારમાં વસનારા સોરઠિયા રબારી કહેવાય છે. 

જામનગરથી માંડીને દ્વારકા બેટ સુધીની ઓખા મંડળની સમગ્ર પટ્ટીમાં વસતા રબારી ભોપા રબારી તરીકે ઓળખાય છે. તેઓ ઘેટાં- બકરાં સાંઢિયા પણ રાખે છે. ભોપા રબારીઓમાં રાજપૂતોની અટકો વિશેષ જોવા મળે છે. કહેવાય છે કે તેમની એટલીક શાખો- અટકોના મૂળ નામો ઇરાન, બલુચિસ્તાન અને આરબ અમીરાતના નાના કબીલા (પંથકો)ના નામ સાથે સામ્યતા ધરાવે છે. સંશોધન માગે તેઓ રસપ્રદ આ વિષય છે. સોરઠિયા રબારીથી જુદા ગણાતા ભોપા રબારી મૂળે મારવાડથી ઉતરી આવ્યાનું જણાય છે. ભોપા શબ્દ જ મૂળે પૂજાપાઠ કરનાર માટે મારવાડમાં વપરાતો આવ્યો છે. વ્યૂત્પત્તિની રીતે ભોપા શબ્દ મૂળ ગોપ સંસ્કૃતિનો સૂચક છે. ગોપાળ શબ્દનું અપભ્રંશ રૃપ 'ગોપા' કાળાન્તરે તેમાંથી ભોપા થયું હશે એવો પણ એક મત પ્રવર્તે છે.


આ સિવાય જસદણ અને વેણું નદીને કાંઠે વસતા રબારી 'વિણોયા રબારી' ગણાય છે. જ. મ. મલકાણ અને શ્રી સી. ડી. પરીખ નોંધે છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વસતા પાટણવાડિયા રબારી 'દેહી' કે દેસાઇ રબારી તરીકે ઓળખાય છે. દેસાઇ રબારીઓમાં મુખ્યત્વે લૂણી, કટારા, શૈખોન, ચરમટા, ચારલિયા વેરે શાખો મળે છે. પેશ્વાના રાજ્યામલ દરમ્યાન દાભાજી ડાભડે ધોળકા વિસ્તારમાં ચોથાઇ ઉઘરાવવા આવતા જગમલ રબારીની મદદ લેતાં અને તેની પાસેથી ઘોડા ખરીદતા. પછીથી તેને વંશ પરંપરાગત ચોથાઇ ઉઘરાવવા 'સરદેસાઇ' તરીકે ચોથાઇ ઉઘરાવવાની કામગીરી સોંપેલ, જેથી તે વિસ્તારના રબારી સૌ પ્રથમવાર દેસાઇ તરીકે ઓળખાવા લાગ્યા. તે પછી ઉત્તર ગુજરાતનો સમગ્ર રબારી સમાજ દેસાઇ તરીકે ઓળખાવા લાગ્યો. ઉ. ગુજરાતના પાટણવાડીયા દેહાઇ રબારી સમાજ પાટણથી ધોળકા સુધી પથરાયેલો છે. ચુંવાળ, ખાખરિયા ટપ્પા, બાવીશી, છોત્તેર, હવેલી, બારી, મોડાસીમાંથી માંડી ખેડબ્રહ્માના વિજયનગર સુધીના વિસ્તારમાં વસતા દેસાઇ રબારીઓમાં તેમના પંથકના વસવાટના નામ ઉપરથી ડીસાવાળા, વાવેથી, થરાદી, ધાનેરી, વાલુકી, શામળિયા, કાનમી, ચરોતરી, વઢિયારી, વાગડિયા નામથી ઓળખાય છે.


ઉત્તર ગુજરાતમાં વસતા રબારીઓમાં ૫૦ ટકા વસતી રાયકા રબારીઓની છે. એમના માટે કહેવાય છે કે મહાભારતના યુદ્ધની પૂર્વ સંધ્યાએ વિરાટનગરીથી હસ્તીનાપુર રાતોરાત પવનવેગી સાંઢડી ઉપર સાડા ચારસો માઇલનું અંતર કાપી ઓતરાને હેમખેમ પહોંચાડવાનું કામ રત્ના રખેવાળને સોંપાયેલ. એ કાર્ય એણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું તે રબારી જ્ઞાાતિનો ઊંટ પાલક હતો. તે સમયથી તેમના વંશજો 'રા'ના રખેવાળ કે રાય (રાજાના) રખેવાળ તરીકે ઓળખાયા. આ રીતે તેના વંશજો આજદિન સુધી રાયકા તરીકે ઓળખાતા આવ્યા છે. તેમની વસતી હાલમાં પાલનપુર, દાંતા, થરાદ બાજુ જોવા મળે છે.


કચ્છમાં વાગડ, ઢેબર અને કાદૂની વિસ્તારો મુખ્ય છે. ત્યાંના આહીઓ વાગડિયા, ઢેબરિયાને કાછેલા તરીકે ઓળખાય છે. ગરડા વિસ્તારમાં નખત્રાણાથી લખપત સુધીના પંથકમાં કાછી કે કાછેલા રબારીઓનો વસવાટ જોવા મળે છે. તેઓ ગાયો વિશેષ રાખે છે અને બન્ની વિસ્તાર સુધી ચરાવવા લઇ જાય છે. અંજારથી ભચાઉ પ્રદેશમાં વિપૂલ સંખ્યામાં ઘેટાં-બકરાં રાખનાર ઢેબરિયા રબારીઓ વસવાટ કરે છે. તેઓ પોતાના માલ સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ સુધી વિચરણ કરે છે. જ્યારે રાપર અને તેની આજુબાજુના પ્રદેશમાં વાગડિયા રબારીઓનો વસવાટ જોવા મળે છે. તેઓ પોતાના ઘેટાંબકરાંના ઘાસચારા માટે મહેસાણા, અમદાવાદ અને ભરૃચ સુધી જાય છે. આ બધા રબારીઓ અષાઢ- શ્રાવણ માસમાં માદરે વતન કચ્છમાં પાછા આવી જાય છે.


સમાજકલ્યાણ ખાતાના પૂર્વ સંયુક્ત નિયામક શ્રી જે. બી.મલકાણને સરકારે સને ૧૯૯૩માં ગીર, આલેચ અને બરડામાંથી સ્થળાંતરીત થયેલી અનુસૂચિત જનજાતિના કુટુંબોના દરજ્જાની ચકાસણીનું કાર્ય સોંપેલ. તેમાં રબારી ભરવાડ તેમજ ચારણ નો પણ સમાવેશ થતો હતો. ૩૫૦૦ પાનના આ સર્વેક્ષણમાં તેમણે રબારીઓ, તેમના પંથકો, તેમની સંસ્કૃતિ અને રીતરિવાજો પર સંશોધનાત્મક માહિતી આપી છે. તેઓ લખે છે કે સૌરાષ્ટ્રના સોરઠિયા રબારીઓમાં મુખ્યત્વે કોડિયાતર, હૂણ, ભારાઈ, ગરચર, મુશાળ, શેલાણા, શામળા, ખાંભલા, કંલોત્રા, ખટાણા, સાંબડ, રગિયાર, કુછડિયા, કરમટા વગેરે શાખો જોવા મળે છે. 


જામખંભાળિયા, જામનગર, જામજોધપુર અને ભાણવડ તરફ તથા આલેચ, બરડો, અને ગિર વિસ્તારમાં વસતા રબારી સોરઠિયા છે. આ રબારીઓ અને તેમાંથી સ્થળાંતરિત થયેલા રબારીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવેલ છે. આ રબારીઓ ગિર, આલેચ, અને બરડાના નેસના વિસ્તારમાં ભેંસો વિશેષ રાખે છે. કેટલાંક કુટુંબો ઘેટાં- બકરાં પણ રાખે છે. તેઓ ઘાસચારાની સગવડ મુજબ પરંપરાથી સ્થળાંતર કરતાં હોવાથી તેમના કાચા ઝૂંપડાના સમૂહને 'નેસડા' કે 'નેસ' કહે છે. ખાલી નેસ નેખમ તરીકે અને ઝૂંપડા 'ઝોક' તરીકે ઓળખાય છે. પોરબંદરના બરડા વિસ્તારમા સોરઠિયા રબારીના ૩૭, બરડા (જામનગર) વિસ્તારમાં ૨૬, ગિરમાં ૩૫, ઊના દેલવાડા રેન્જમાં ૫૭ જેટલાં નેસ આવેલા છે. આ નેસના ઉલ્લેખો વનવિભાગ તરફથી ઢોર ચરાવવા કરરૃપે ઉઘરાવવામાં આવતી મસવાડીની પહોંચોમાં જોવા મળે છે. જૂના કાળે ૧૨૮ જેટલાં નેસ હતા. આજે ૩૫ નેસોનું નામોનિશાન નથી એમ શ્રી મલકાણ નોંધે છે.


ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા અને અમદાવાદના કેટલાક રબારીઓ 'હીરાવશી' ઉપનામથી ઓળખાય છે. આ કોઇ રબારીનો અલગ વંશ કે જાતિ નથી. મૂળે રબારી જ છે. એમ ગુજરાત રાજ્ય ગોપાલક બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી રણછોડ ભાઇએ સ્પષ્ટતા કરી છે. 'હીરાવશી'એનો મૂળ શબ્દ 'આહિરાવંશી' છે. એનું અપભ્રંશ થતાં હીરાવંશી અને છેવટે 'હીરાવશી' થયું. આજે રીક્ષા, ટ્રકો પાછળ 'હીરાવશી' શબ્દ લખેલો જોવા મળે છે. મતલબ કે આ વાહન રબારીનું છે. બનાસકાંઠા વિસ્તારમાં પાલનપુરની ઉત્તરે આવેલા કેટલાક ગામોમાં રબારી માથે પાઘડી ઉપર હીરનો યા હીરનો રંગ ધરાવતો પીળા રંગનો રૃમાલ કે પટ્ટો બાંધે છે. તેઓ પોતાને 'હીરાવંશી' કહેવરાવે છે.


ઉત્તર ગુજરાતના રબારીઓ રાયકા રબારી, મારવાડી રબારી તેમજ દેવાંશી રબારી તરીકે ઓળખાય છે. દેવાંશી રબારીઓ રાજસ્થાનમાં આબુથી શિરોહી સુધી અને જોધપુરના પંથકમાં જોવા મળે છે. ઉત્તર ગુજરાતની સરહદના વિસ્તારોમાં દેવાંશી રબારીઓની વસતી છે. તેમની બોલી રાજસ્થાની છે અને તેમનો વ્યવહાર પણ રાજસ્થાન સાથે સવિશેષ જોડાયેલો જોવા મળે છે.

દેસાઇ અને રાયકા રબારીઓ પાસે ખેતીની જમીનો પણ જોવા મળે છે. મહેસાણા તરફના પાટણવાડીયા રબારીઓમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઉંચુ છે. તેઓ છેક અમદાવાદ સુધી વસેલા છે. એમ કહેવાય છે કે અમદાવાદના પરા વિસ્તારોમાં વસતા રબારીઓ મુખ્યત્વે મહેસાણા જિલ્લાના પાટણવાડિયા કે દેસાઇ રબારી છે. જ્યારે અમદાવાદ શહેરની અંદરના ભાગમાં વસતા રબારી 'હવેલીપંથક'ના ગણાય છે. તેઓ પણ મૂળે દેસાઇ રબારી જ છે. તેમનો પંથક ધોળકા અને અમદાવાદથી લઇને ખેડામાં મહીકાંઠા સુધીનો ગણાય છે.


આ ઉપરાંત ભાવનગર બાજુના રબારી ગોહિલવાડી, સુરેન્દ્રનગર તરફ વસતા રબારી ઝાલાવાડી અને મોરબી પંથકના રબારી 'મચ્છુવા' રબારી તરીકે ઓળખાય છે. ગોહિલવાડી તથા ઝાલાવાડી રબારીને અમદાવાદ અને મહેસાણા જિલ્લાના રબારી સાથે સંબંધ છે. તે સૌ ધર્મની રીતે વડવાળા દેવને માને છે. સૌરાષ્ટ્રમાં આલેચ અને બરડા ડુંગર વિસ્તારમાં વસતા રબારીઓ અને ઘેડ  વિસ્તારના રબારીઓ જુદા નથી. બરડાના જંગલમાં પશુપાલન કરતા રબારીઓ રાણાવાવ અને પોરબંદર નગર સુધી સંકળાયેલા છે. તેમના લગ્ન સંબંધો પણ સોરઠ, ગિરનાર, નાઘેર ઘેડ અને ગિરમાં વસતા રબારીઓમાં અરસપરસ થાય છે.


🙏રબારી સમાજ🙏

💪સંગઠન એજ શક્તિ💪

#rabari #Raika #desai #rayka #Dewasi 

05/12/2020

રામાપીર નો ઈતિહાસ

 


🌹 અલખ ના ઓટલે 🌹

🙏જય શ્રી રામદેવજી મહારાજ🙏

     👉👉   ઈતિહાસ 🌷🌷🌷

હરજી હાલો દેવળે અને પુજવા રામોપીર કોઢીયાના કોઢ મટાડશે બાબો સાજા કરશે શરીર🌷🌷🌷

         સૌ રામદેવ ભક્તો ને રામ રામ સિદ્ધ રામદેવપીર અને સતી માતા ડાળી બેન મેઘવાળ

 ગુરૂ - બાવા બાળનાથ 

સંવત ૧૪૬૧ ઇ.સ. ૧૪૦૫ 


ભગવાન રામદેવપીરનું અવતરણ ઊંડ કારિમર 

( જિ . બામ્બેર , રાજસ્થાન )

સંવત ૧૪૬૧ પિતા અજમલજી તુંવર માતા મેણાદેને ત્યાં રાજપૂત સમાજ માં થયેલ . 

ગુરૂનું નામ બાળકનાથ ( સાથલમેર ) 

મોટાભાઇનું નામ વીરમદે

પત્નીનું નામ નેતલદે ( અમરકોટ - પાકિસ્તાન ) 

સસરાનું નામ દલપત સોઢા પુત્રોના નામ 

( ૧ ) દેવાજી ( ૨ ) સાવોજી . 

કાકા ધનરૂપજીની દિકરીઓ જેમને સગી બહેનની જેમ જ રાખી તેમાં ( ૧ ) સગુણાબહેન ( ૨ ) લાછો બહેન તથા હરબૂજી અને સંત જાસ્માજી તેમની માસીના દિકરા ભાઇઓ થતાં હતાં . 

સગુણાબહેન ના લગ્ન પંગલગઢના રાજા માનસિંહ સાથે અને બીજી બહેન લાછોના લગ્ન રાઠોડ સાથે કર્યા . પોકરણનું રાજ લાછો બહેન ને દાનમાં આપી , રામદેવરા ( રણુજા ) નું રામદેપીર નિર્માણ કર્યું . જયારે ભાઇ વીરમદેએ વીરમદેવરા વસાવ્યું . 


રામદેપીરના પ્રમુખ શિષ્યમાં 

૧.હરજી ભાટી , 

૨.ડાલીબાઇ મેઘવાળ, 

3.કતીબશા બાદશાહ , 

૪.રતનો રાયકો

૫.હરબૂજી હતા. 

 

રામદેપીરે જીવતા સમાધિ લેવાની જાહેરાત કરી કે હું ભાદરવા સુદ અગીયારસ સંવત ૧૫૧૫ ના દિવસે સમાધિ લેવાનો છું . બધા સાધુ સંતોને જાણ કરી દયો . સમાધિની જગ્યા નક્કી કરી કુટુંબીજનો સર્વે ભક્તો સાથે વાત કરતા કહ્યું , “ હું દેહત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરું ત્યારે કોઈએ વિલાપ કરવાનો નથી . મારી પાછળ ઢોલ , નગારા , શરણાઇ વગાડી ઉત્સવ મનાવજો . ' ' એટલામાં શાયર મેઘવાળ,ગરવા ભાંભીભાઈ ની દિકરી ડાલીબાઇ સમાધિ સ્થળ ઉપર આવી રામદેપીરને પ્રણામ કરી કહેવા લાગી ભગવાન ! તમે જે જગ્યાએ સમાધિ લેવાના છો તે જગ્યાએ મારે સમાધિ લેવાની છે . તમારી સમાધિની જગ્યા સામે છે . રામદેપીરે ડાલીબાઈને સમજાવતા કહ્યું , ‘ તારી ઉંમર નાની છે . તારે હજી ઘણી વાર છે . ’ ડાલીબાઇએ રામદેપીરને શિષ્યભાવે જણાવ્યું પ્રભુ ! ધ્રુવ અને પ્રહલાદ તો મારાથી પણ નાની ઉંમરમાં પરમગતિને કૃપાથી પામી ગયા જયારે મને તો ૧૭ વર્ષ થયા છે . 

આપે મને વચન આપ્યું છે કે , “ હું ડાલી તને મારા ચરણોમાં રાખીશ . ' ' તમે દેહ ત્યાગ કરશો પછી સંસારમાં મારાથી પ્રભુ જીવી શકાશે નહીં . માટે આપની હાજરીમાં મારે તમારી પહેલાં સમાધિ લેવી છે . મને આશિર્વાદ આપો . આપ મારા ગુરૂદેવ અને ભગવાન છો તમારી કૃપા દ્રષ્ટિ થાય તો કાંઇ અશક્ય નથી.


રામદેપીરે ડાલીબાઇની ભક્તિ જોઇ મંદ - મંદ હસતા કહ્યું , ‘ ‘ ડાલી ! કાંઈક નિશાની આપતો રજા આપું . ’ ’ ડાલીબાઇએ કહ્યું ,


🌹 અલખ ના ઓટલે🌹


‼️જાણી આદ્ય જુગની હું દાસ‼️

‼️પુરી પાડે અંતરની તે આશ ; ‼️

‼️આવી દોડીને અતિ ઉમંગે , ‼️

‼️લેજો સ્વ તમારી સંગે ; ‼️

‼️લેજો શબ્દ સુણી જગ તાત , ‼️

‼️કરી મહેર સોંપાવો સમાધિ . ‼️


“તમે જે જગ્યાએ પધાસનમાં બેઠા છો તેની નીચ કાસકો , કેશ અને ચાંદલો નિકળે તો સમાધિ મારી અને જો ટોપી , ચાખડી અને ગેડિયો નિકળે તો સમાધિ તમારી સમજવી."


‼️પૂર્વ દિશાએ સમાધિ અમારી,‼️

‼️સાંભળજો સૌ કોઈ‼️

‼️કાંસકી , કચોળું , ઘાટડી ને માડિયો,‼️

‼️એંધાણીઓ ચાર હોય,‼️

‼️શામ સમાધિ પશ્ચિમમાં દિશામાં,‼️

‼️સાંભળજો સહુ કોય,‼️

‼️ખલકો ટોપી , સોનાનો ગેડિયો,‼️

‼️એંધાણીઓ ત્રણ હોય‼️


સર્વેની હાજરીમાં ખોદતા ડાલીબાઇએ કહ્યા મુજબની વસ્તુઓ નિકળી . રામદેપીરના મુખમાંથી ધન્યતાના શબ્દો નિકળ્યા ! ડાલી ! તને ધન્ય છે ! જા મારું વચન છે . મારી સાથે જ તારી પૂજા - અર્ચના થશે . જ્યાં મારું મંદિર બનશે ત્યાં તારું સ્થાન કાયમ રહેશે . ડાલી ! તે નાની ઉંમરમાં ભજન પકાવી લીધું તું મેઘવાળ કુળમાં અમર બની ગઇ , ડાલીબાઇ ! સમાધિમાં પ્રવેશ કરો મારા આર્શિવાદ તારી સાથે છે . ત્યારબાદ ડાલીબાઇએ રામદેપીરના ચરણમાં પ્રણામ કરી સર્વે સાધુ - સંતોને વંદન કરી જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો . રામદેપીરે તેમની સમાધિ ઉપર અબીલ - ગુલાલની વર્ષા કરી . ગુગળનો ધૂપ અને ઘીનો દીવો કરી તેમની પાછળ ભજન - કીર્તનનો ઉત્સવ રાખી ડાલીબાઈને પોતામાં સમાવી લીધા . 


બીજા દિવસે રામદેપીરે સમાધિ લેવાની તૈયારી કરી સર્વે ભક્તજનો , કુટુંબીજનો એકઠા થયા . મા મીણાદેની આજીજી ને ધ્યાને લઇ કહ્યું , 

“હું સદાય સુક્ષ્મ શરીરે તમારી સાથે જ રહીશ . મા મીણાદેએ કહ્યું , ‘ હજી એક વખત મારા પુત્ર રૂપે પ્રભુ અમારા ઘરે પધારો . ’ તેના જવાબમાં રામદેપીરે કહ્યું , ‘ મે સમાધિ લીધા બાદ ઉપરથી ભગવાન શંકર આવીને કહે તો પણ તમારે મારી સમાધિ ખોલવાની નથી . એ વચન પાળશો તો હું જરૂર તમારા ઘરે આવીશ . 

માતા મીણાદેને રતન કટોરો અને વીરમદેને સોનાની છડી ભેટ આપી કહ્યું , ‘ ‘ મારા દેહત્યાગ બાદ દર મહિનાની બીજના દિવસે ધ્યાન ભજન કરજો . મારી સમાધિ ઉપર મહા અને ભાદરવા મહિનામાં મેળા ભરાશે અને સૌથી મોટો ઉત્સવ ભાદરવા સુદ અગીયારસનો હશે . પ્રસાદનો દશમો ભાગ મને અને અગીયારમો ભાગ ભૈરવા રાક્ષસને મળશે . સમાધિ મંદિર ઉપર ધોળી ધજા , ગુગળનો ધુપ અને ઘીનો દીવો કરજો એટલે સુક્ષ્મ રીતે હું હાજર રહીશ . ” બીજુ એક વચન સર્વે ભક્તોને આપુ છું , “ જેઓ નિયમિત ધ્યાન ભજન સ્મરણ કરશે અને નિયમિત સવાર - સાંજે ગુંગળનો ધૂપ અને સાંજે ઘી નો દીવો ભાવથી કરશે તેમને સાધનામાં સહાયતા કરીશ અને તેના મનોરથ પૂર્ણ કરીશ . ” પની નેતલદેને કહ્યું થોડા સમયમાં તમે મારા વૈકુંઠ ધામમાં આવી જશો . તમારી સમાધિ પણ મારી પાસે બનશે . આટલું કહી સર્વેને દર્શન આપી પદ્માસન વાળી ૐ નમઃ શિવાય , નમોઃ શિવાય , ૐ નમોઃ શિવાય ની ધૂન સાથે ધ્યાન મગ્ન બની સમાધિમાં પ્રવેશ કર્યો . સર્વે ભક્તોએ રામદેપીરનો જય જયકાર બોલાવી સમાધિ પર અબીલ , ગુલાલ , શ્રીફળ , ચડાવ્યા . ઢોલ , નગારા , શરણાઇ , વાજીંત્રો વગાડી રામદેપીર પાછળ ઉત્સવ મનાવ્યો . 


‼️ધન ધન રામા રચના તમારી,‼️

‼️કીધેલ કામને આ ઘાટે,‼️

‼️દાળલબાઈ મોટાં કરીને,‼️

‼️મોકલીયા સ્વર્ગ વાટે.‼️


આમ સતીમાં ડાળીબેન મેઘવાળ એમણે પીરજી પહેલા સમાધિ લીધી અને વડા ધર્મનો મહિમા કાયમ રાખ્યો,, વડો ધર્મ નિજાર પંથ આજે રામદેવજી બાપાના કહ્યા પ્રમાણે ગુરુ બાળનાથ બાવજીના આદેશ અનુસાર ખુબજ પ્રચલિત અને આજેય એ સત ધર્મ ઉપર ચાલનારા સંતો સતીઓ છે,,, આ નિજાર ધર્મ કોઈ નાત જાત નો નથી આ અલખ પુરુષ તો નાત જાત થી પણ વિશેષ છે,, બસ આ ધર્મ રામદેવજી બાપા જેવા સિદ્ધ પુરુષો માણી જાણી ગયા,,, પીર રામદેજી સાથે નિજાર ધર્મના સમકાલીન સંતો જે એક આખી ફોજ કહો કે નિજાર ધર્મના હીરા માણેક મોતી કહો જેની અણમોલ માલા ના પારાઓ હતા,, જેમકે


1. જેસલ પીર, સતી તોરલ

2. રામદેવપીર, ડાલી બેન

3. લાખો, લોયણ

4. સધીર શેઠ

5. માલદે, રૂપાદે

6. ભેરવનાથ

7. મલ્લિનાથ

8. શેલનશી

9. દલુશેઠ

10. લાખો વણઝારો

11. ભાટી હરજી

12. પાલનશી ભગત

13. કતિબ શાહ

14. ખીમરો કોટવાલ

15. રાવત રણશી

16. સહદેવ જોશી

17. લખમો માળી

18. જેસંગ 

19. સુરસંગ

20. શોભાજી

21. ઇશરદાન

22. જૈમલ રાઠોડ

23. મસ્ત રામ.

24. મેઘધારું


આવા મહાન સત્યા પુરુષો તે સમયે નિજાર ધર્મની ધજા ફરકાવી હતી. તેમાં આ તમામ સંતોના વડા ગુરુ બાવા ઉગામશી હતા,, બાવા ઉગમશી આ તમામ સંતોમાં મોર હતા જે રાજપૂત સમાજના હતા,, પણ એમનો ખાસ ઉતારો વાસમાં થતો અને બાવા ઉગમશી મેઘવાળ સમાજના પૂજનીય અને આદરણીય સંત હતા જે સદાય દરેક જીવો ઉપર સમ દ્રષ્ટિ રાખતા અને આટલા બધા સંતોમાં બાવા ઉગામશી ને ગાદી પતિ તરીકે મહંત તરીકે સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્રમાં એમના સામૈયા થતા,, આજે બાવા ઉગામશી અને બાવા બાળનાથ આ મહાન નાથ સંપ્રદાયના સંતો એ સમાજને અનેક કુ રિવાજો નાત જાતના વડાઓ થી મુક્ત કરી નિજાર પંથ સ્થાપના કરી અને અનેક સંતો સિધ્યા...


🙏જય ગુરુ મહારાજ🙏

🙏નિજાર પંથ ના સંતોને કોટી કોટી વંદન🙏


🙏જય શ્રી રામદેવજી  મહારાજ 🙏

29/11/2020

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એપ્રેન્ટિસની ભરતી

 


*સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા એપ્રેન્ટિસની ભરતી*
તાલીમ સમય ૩ વર્ષ (સ્ટાઇપેન્ડ : પહેલા વર્ષે પ્રતિમાસ રૂ.૧૫૦૦૦, બીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૬૫૦૦ તથા ત્રીજા વર્ષે પ્રતિમાસ રૂ.૧૯૦૦૦)
*કુલ ૮૫૦૦ જગ્યાઓ* 
ગુજરાતમાં ૪૮૦ જગ્યાઓ ( અમદાવાદ-૨૧, અમરેલી-૪૩, આણંદ-૧૮, અરાવલી-૭, બનાસકાંઠા-૨૭, બારડોલી-૧૧, ભરુચ-૧૪, ભાવનગર-૩૬, બોટાદ-૫, છોટાઉદેપુર-૧૫, દાહોદ-૪, ડાંગ-૪, દેવભૂમિ દ્વારકા-૧૦, ગાંધીનગર-૮, ગીર સોમનાથ-૨૪, જામનગર-૧૪, જુનાગઢ-૩૯, ખેડા-૧૯, કચ્છ-૭, મહીસાગર-૧, મહેસાણા-૧૭, મોરબી-૧૯, નર્મદા-૫, નવસારી-૬, પચમહાલ-૬, પાટણ-૧૦, પોરબંદર-૯, રાજકોટ-૨૯, સાબરકાંઠા-૧૧, સુરેન્દ્રનગર-૨૯, તાપી-૪, વલસાડ-૮) 
*લાયકાત :* સ્નાતક (ગ્રેજ્યુએટ)
*વયમર્યાદા :* તા.૩૧-૧૦-૨૦૨૦ના રોજ ૨૦ થી ૨૮ વર્ષ (અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં સરકારશ્રીના નિયમાનુસાર છૂટછાટ)
*પસંદગી પ્રક્રિયા :* ઓનલાઈન લેખિત પરીક્ષા જાન્યુઆરી ૨૦૨૧માં યોજાશે. 
*પરીક્ષા કેન્દ્ર :* અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા 
*પરીક્ષાના વિષયો :* (૧) જનરલ/ફાઈનાન્સિયલ અવેરનેસ (૨૫ પ્રશ્નો) (૨) જનરલ ઇંગ્લિશ (૨૫ પ્રશ્નો), (૩) ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) (૪) રિજનિંગ એબીલીટી એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યુડ (૨૫ પ્રશ્નો) પરીક્ષામાં ખોટા જવાબદીઠ ૦.૨૫ માર્કસ કપાશે. 
*પરીક્ષા ફી :* રૂ.૩૦૦/- ( SC/ST/PWD ઉમેદવારોએ ફી ભરવાની નથી)
*અરજીપ્રક્રિયા :* ઓનલાઈન 
*વિશેષ માહિતી માટે સંપર્ક :* https://www.sbi.co.in/careers અથવા https://bank.sbi/careers 
*ઓનલાઈન અરજીની છેલ્લી તા.૧૦-૧૨-૨૦૨૦*

26/11/2020

26 નવેમ્બર વિશ્વ માલધારી દિવસની શુભેચ્છાઓ

              *🙏 જય દ્વારિકાધીશ 🙏*



  રબારી.com તરફથી સમગ્ર #વિશ્વના_માલધારી_ સમાજને*

*🎊🎉 ૨૬મી નવેમ્બર #વિશ્વ_માલધારી_દિવસની શુભેચ્છાઓ 🎉🎊*


*માલધારી સમાજ એ પોતાની આગવી સંસ્કૃતિ અને સંસ્કારને લીધે હમેશાં અનોખી છાપ ધરાવે છે. આજના આ વિશ્વ માલધારી દિવસની ઉજવણીના પ્રસંગે આપણા સૌનું એ નૈતિક ઉતરદાયિત્વ છે કે આપણે આપણાં સમાજને વિશેષ ગૌરવશાળી બનાવવાં માટે કટિબદ્ધ બનીએ..*


*આવો આજના દિવસે સંકલ્પ કરીએ કે આપણાં માલધારી સમાજની આગવી ઓળખને આપણે નીચેના સાત સંકલ્પ લઈને ગૌરવ અપાવીએ.*


*👳‍♀️ હું અંધશ્રદ્ધામાં માનીશ નહીં અને સમાજના લોકોને પણ શ્રધ્ધા અને અંધશ્રદ્ધાનો ભેદ સમજાવીશ.*


*👳‍♀️ હું મારા દિકરા - દિકરીને ફરજિયાત ભણાવીશ.*


*👳‍♀️ હું સમાજમાં ફેલાયેલા કુરિવાજોને દુર કરીશ અને કરાવીશ.*


*👳‍♀️ હું અંધશ્રદ્ધા પાછળ થતાં ખોટા ખર્ચા અટકાવી સમાજના શિક્ષણ માટે કે જરૂરિયાતવાળા લોકોને મદદ કરીશ.*


*👳‍♀️ હું માલધારી સમાજનાં હક્ક માટે હંમેશા અવાજ બનીશ.*


*👳‍♀️ હું મારા માતાપિતા, વડીલો અને ધર્મગુરૂઓનું હંમેશા સન્માન કરીશ.*


*👳‍♀️ હું મારા સમાજની સંસ્કૃતિનું જતન કરીશ અને લોકોને તેમ કરવા જાગૃત કરીશ.*


*👉 લાવીએ સામાજિક જાગૃતતા એ આપણી જવાબદારી* *"#યુવા_માલધારી"*


*ફરી આજના દિવસની શુભકામનાઓ સાથે સૌને જય શ્રી કૃષ્ણ 


ગર્વ છે મને માલધારી સમાજમાં જન્મ થયો છે... હે દ્વારકાધીશ ભવોભવ આ જ કુળ માં અવતાર આપજો..


વિશ્ર્વ માલધારી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...


*?સુશિક્ષિત બનીએ, સંગઠીત બનીએ🤝*




રબારી સમાજ વિશે વધુ જાણવા અહીં ક્લિક કરોClick here


25/11/2020

વરાળ વરદાનરૂપ કોરોના માટે...

 

       બધા માટે મહત્વપૂર્ણ સંદેશ



```તમે જે ગરમ પાણી પીશો તે તમારા ગળા માટે સારું છે. પરંતુ આ કોરોના વાયરસ 3 થી 4 દિવસ સુધી તમારા નાકના પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ છે. આપણે જે ગરમ પાણી પીએ છીએ ત્યાં પહોંચતા નથી. 4 થી 5 દિવસ પછી, પેરાનાસલ સાઇનસની પાછળ છુપાયેલ આ વાયરસ તમારા ફેફસાં સુધી પહોંચે છે. પછી તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

તેથી જ વરાળ લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે તમારા પેરાનાસલ સાઇનસની પાછળ પહોંચે છે. તમારે આ વાયરસને વરાળથી નાકમાં નાશ કરવો પડશે```.


```50 ડિગ્રી સેલ્સિયસ પર, આ વાયરસ અક્ષમ થઈ જાય છે એટલે કે લકવોગ્રસ્ત. 60 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ એટલો નબળો પડે છે કે કોઈ પણ માનવ રોગપ્રતિકારક શક્તિ તેની સામે લડી શકે છે. 70 ડિગ્રી સેલ્સિયસ પર આ વાયરસ સંપૂર્ણપણે મૃત્યુ પામે છે```.


```આ તે છે જે વરાળ કરે છે. આ વાત આખા જન આરોગ્ય વિભાગ જાણે છે. પરંતુ દરેક વ્યક્તિ આ રોગચાળોનો લાભ લેવા માંગે છે. તેથી તેઓ આ માહિતીને ખુલ્લેઆમ શેર કરતા નથી```.


```જેણે ઘરે રહેવું હોય તેણે દિવસમાં એકવાર સ્ટીમ લેવી જોઈએ. જો તમે શાકભાજી ખરીદવા માટે બજારમાં જાવ છો તો દિવસમાં બે વાર લો. કોઈપણ કે જે કેટલાક લોકોને મળે છે અથવા ઓફીસ જાય છે, તેણે દિવસમાં 3 વખત વરાળ લેવો જોઈએ```.


```આ તમારા બધા પ્રિયજનોને ફોરવર્ડ કરો```.


                 સ્ટીમ સપ્તાહ


```ડોકટરોના કહેવા મુજબ, કોવિડ -19 ને નાક અને મોંમાંથી વરાળ શ્વાસમાં લઈને કોરોનાવાયરસને દૂર કરીને મારી શકાય છે. જો બધા લોકોએ એક અઠવાડિયા માટે સ્ટીમ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી, તો રોગચાળો જલ્દીથી સમાપ્ત થઈ જશે. તેથી અહીં એક સૂચન છે : 22-30 Nov સુધી એક અઠવાડિયા માટે, સવારે અને સાંજે, દર વખતે માત્ર 5 મિનિટ માટે, વરાળ શ્વાસ લેવાની પ્રક્રિયા શરૂ કરો```.


```જો બધા આ પ્રથાને એક અઠવાડિયા સુધી અપનાવે તો જીવલેણ કોવિડ -19 ભૂંસી નાખવામાં આવશે. આ પ્રથાની કોઈ આડઅસર પણ નથી```.


```કૃપા કરીને આ સંદેશ તમારા બધા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મોકલો, જેથી આપણે બધા મળીને આ કોરોના વાયરસને મારી નાખી શકીએ અને આ સુંદર દુનિયામાં મુક્તપણે જીવી શકીએ```.


                   *આ ભા ર*

.

16/11/2020

સવંત ૨૦૭૭ નવા વર્ષનાં રામ રામ


સ્નેહી શ્રી, 🙏🏻
     
🌟   મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના...
     🌟      નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ,  સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ  થાય  તથા તંદુરસ્ત જીવન રહે એવી શુભકામના....

🌹નૂતન વર્ષાભિનંદન🌹
જય દ્વારકાધીશ

શ્રી બાબરભાઈ દેસાઈ દેકાવાડા  તથા સહ પરિવાર તરફથી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ...
www.rabaridotcom.blogspot.com

🙏🙏🙏🙏🙏🙏🙏
 

15/11/2020

આજે ધોકાની (ધોખા)(પડતર) દિવસનું મહત્વ

 *🌴આજે 'ધોકો' નહીં પરંતુ 'ધોખો' છે.🌴*

 👉આ *'ધોખો'* છે શું..??

વિક્રમ સંવતનું 'કેલેન્ડર'  *ચંદ્રની ગતિ* પર આધારિત છે. આમ તો પૃથ્વી પરની  બધી કુદરતી ઘટનાઓ, *ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યને સાપેક્ષ ગતિ* પર આધારિત જ છે.

સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ *ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે.*

દરેક માસની શરૂઆત, ચંદ્રના જે તે નક્ષત્રમાં પ્રવેશથી શરૂ થતી હોય. જેમકે, 

*'કૃતિકા'* નક્ષત્રથી *કારતક* માસ,

*'મૃગશીર્ષ'* નક્ષત્રથી *માગશર,*

*'પુષ્ય'થી પોષ,*

*'મઘા'થી મહા* વગેરે..

આવી જ રીતે *'આસો'* માસની *અમાવાસ્યા* બાદ, ચંદ્ર *'કૃતિકા'* નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. 

*ચંદ્રના,* પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય *'પૂર્ણ દિવસ'* માં ન હોવાથી, ક્યારેક તે 'કૃતિકા' નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી એટલે કે ચંદ્રએ *વિશ્વાસઘાત (ધોખો...??) કર્યો.*

આથી તે દિવસે તે માસની એકમ ન થતાં, તેના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય.

પરંતુ 'દિવાળી' એટલે કે આસો માસની અમાવસ્યા બાદ, વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય.

વળી નવું વર્ષ શરૂ નથી થયું તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો *'બફર' દિવસ (પડતર દિવસ)* ગણાય. 

જૂના સમયમાં વિક્રમ સંવત મુજબ વેપારીઓ પોતાની દુકાનના ચોપડા જાળવતા. દિવાળીએ તે વર્ષનો ચોપડો પૂર્ણ થઈ જાય અને નવા વર્ષનો ચોપડો હજી શરૂ થયો નથી તેથી જો દુકાને વ્યાપાર કરવામાં આવે તો તે નોંધવો ક્યાં...??

આ સમસ્યા નિવારવા તે દિવસે રજા રાખવામાં આવતી જેને *ધોકો* ખરેખર તો *ધોખો* કહેવાય છે.

*આ છે 'ધોકા(ધોખા)'નું રહસ્ય.*

*'પડતર દિવસ' તેવું નામ આપ્યું*


*🛕આપ સૌને આજે ધોકાની (ધોખા)(પડતર) દિવસની શુભકામનાઓ....*



14/11/2020

અયોધ્યામાં વર્લ્ડ રેકોર્ડ 6,06,569 દિવા

अयोध्या  रामनगरी  पतित-पावनी माँ सरयू के तट पर आज त्रेतायुग का प्रतिबिंब देख मन प्रफुल्लित है।

आज वैदिक मंत्रों के मध्य 6,06,569 दीपों के प्रज्ज्वलन का बना विश्व रिकॉर्ड, अपनी संस्कृति के प्रति सुदृढ़ होते जन विश्वास का प्रतीक है। 

यह विश्व रिकॉर्ड आप सभी राम भक्तों को समर्पित है।

दुल्हन की तरह सजी अयोध्या का प्रत्येक प्रवेश द्वार, मंदिर और चौराहे रंग-बिरंगी रोशनी से जगमगा रहे हैं।

इस दीपोत्सव में विश्व रिकॉर्ड स्थापित करने हेतु वॉलेंटियर्स द्वारा राम घाट पर दीये सजाए गए।

ड्रोन कैमरे में कैद अयोध्या नगरी की सुंदर तस्वीरें आप देख रहे हैं ़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़

#Deepotsav2020 #diwaliayodhyawali #अयोध्या_दीपोत्सव_2020

#Deepotsav2020 #DiwaliAyodhyaWali 

जय श्री राम🚩

    




13/11/2020

સપ્તરંગી પર્વની શુભેચ્છાઓ


આજથી આપણા સૌથી મોટા તહેવાર *બારસ, ધનતેરસ,કાળી ચૌદશ ✤દિવાળી✤* ની શુભ શરૂઆત થાય છે. આ પવિત્ર તહેવારમા આપના પરિવાર/ કુટુંબમાં *શાંતિ,શક્તિ,સંપત્તિ,સંયમ, સાદગી, સફળતા, સમૃદ્ધિ, સંસ્કાર, સ્વાસ્થ્ય, સન્માન, સરસ્વતી, અને સ્નેહ* સદા વધતા રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રભુ ને પ્રાર્થના કરું છું...🙏💐🌠

🪔🪔🪔🪔🪔






12/11/2020

સંગીત સાધક... : વિહાભાઈ રબારી (જોરણંગ)

    "માણવા જેવા માણસ"

16 ભાષાઓમાં 1342 ગીતોનું ગાયન



     આજે આપણે રબારી સમાજના એવા વિરલ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છે જે અનોખું વ્યક્તિત્વ ધરાવે છે જેમણે સંગીતમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે તેમનું નામ છે... રબારી વિહાભાઈ રાયમલભાઈ (કૈડ) ગામ- જોરણંગ, હાલ તેઓ બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં રહે છે તેમનો ઉછેર સામાન્ય મધ્યમ પરિવારમાં થયો છે હાલ તેઓ વિસા ઇંગ્લિશ ક્લાસીસ ચલાવી રહ્યા છે જેમાં ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને અંગ્રેજી તથા સ્પીકિંગ ઇંગ્લિશ શીખવાડી રહ્યા છે આ ઉપરાંત જે લોકો ફોરેન કન્ટ્રીમાં જવા ઈચ્છે છે તેમને ઇંગ્લિશ સ્પીકિંગનો કોર્સ ઝડપથી શીખવે છે મહત્વની વાત તો એ છે કે કેટલીક વખત તો ટીચર્સ અને ડોક્ટર્સ પણ તેમની પાસે અંગ્રેજી શીખવા આવે છે...

         બાળપણમાં વિહાભાઇ જ્યારે નાના હતા ત્યારે દૂધ આપવા માટે એક અંગ્રેજ પરિવારના ઘરે જતાં આવતાં હતા ત્યારથી અંગ્રેજી ભાષાનો લગાવ શરૂ થયો હતો.. ત્યારબાદ ક્રિકેટની કોમેન્ટરી સાંભળી સાંભળીને અંગ્રેજીમાં નિપુણ થયા... વિદ્યાર્થીઓ માટે ખરેખર પ્રેરણાદાયક વાત છે.

         આ તો વાત થઈ એમને વ્યવસાયની પણ એમનો સાચો શોખ સંગીત તથા સ્પોર્ટ્સ છે તેઓએ હોકી, ફૂટબોલ, કબડી અને ક્રિકેટમાં સારુ એવું પ્રદર્શન કરેલ છે ડીસા તાલુકામાં તો તેમને મહાન બેટ્સમેન "રિચાર્ડ્સ"ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે ક્રિકેટમાં તો ઇન્ડિયાના ટીમના કોચ- કેપ્ટન સાથે પણ ચર્ચા-વિચારણા કરવાનો મોકો મળ્યો છે...ચારેક જેટલી ટૂંકી ફિલ્મમાં અભિનય પણ કરેલ છે...  તેમને સંતાનમાં ચાર બાળકો છે મોટો દિકરો મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે નાનો દિકરો બે વર્ષથી ઇન્ડિયન આર્મીમાં અર્જુન ટેન્ક ગેનર છે અને ત્યાં પણ તે રગ્બી ફૂટબોલનો સારો એવો ખેલાડી છે.

      મારે તમને એ મુખ્ય વાત કરવી છે જે ખરેખર આપને આશ્ચર્યચકિત કરી નાખશે વિહાભાઇ એ સંગીતની કોઈ તાલીમ લીધી નથી પણ જુદી જુદી ભાષાઓમાં જેમકે ગુજરાતી, હિન્દી, મરાઠી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, પંજાબી વગેરે 16ભાષાઓમાં  1342 ગીતો તેમણે મધુર અવાજમાં ગાયા છે તથા 200 કોલેબ્સ એટલે કે એવું ગીત જેમાં બીજો કોઈ ગાયક કે ગાયિકા પણ અડધું ગીત જોડીને(Duet) પૂરું કરી શકે એવા ગીતો ગાયા છે આ ઉપરાંત ઘણા બધા ગીતો પણ લખ્યા છે જુદા જુદા સંગીતવૃંદો અને ઓરકેસ્ટ્રા પાર્ટી માં લાઈવ શો કર્યા છે ફેશબુક, યુટ્યુબ અને સ્ટારમેકર એપ દ્વારા આપણને ઘણી વખત સંગીત સાધના કરાવી છે જેની લિંક હું આપને શેર કરું છું મને વિશ્વાસ છે કે તેમણે ગાયેલા ગીતો સાંભળીને બીજા મિત્રો ને ચોક્કસ શેર કરશો.

       ખરેખર ..."માણવા જેવા માણસ"  વિહાભાઈનું વ્યક્તિત્વ પ્રેરણાદાયક છે.વિહાભાઈનાં તમામ 1342 ગીતો સાંભળવા નીચેની લીંક પર ક્લીક કરો.

Follow by... Mo- 9974206672

Starmaker Channel Subscribe

Starmaker ID- Desai_Visabhai

13278725919 Click here

Facebook ID - Click here

Youtube channel ID - Click here

સંકલન : બાબરભાઈ દેસાઈ (દેકાવાડા)

Mo : 9016766146

www.rabaridotcom.blogspot.com




11/11/2020

સમાજનુ ગૌરવ... શ્રી જગદીશભાઈ બી દેસાઈ અને શ્રી અજીતભાઈ જે દેસાઈ

ગુજરાત સમસ્ત રબારી સમાજ તરફથી... સમાજનું ગૌરવ 

 શ્રી જગદીશભાઈ બી દેસાઈ (દલાની મુવાડી) ને અધિક કલેકટર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...


શ્રી અજીતભાઈ જે દેસાઈ (મીઠઘારીયાલ)  ને અધિક કલેકટર તરીકે બઢતી મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ...



10/11/2020

જોટાણા પરિવારની સાચી શ્રદ્ધાંજલિ

સ્વ. રબારી બાબુભાઈ હાથીભાઈ (જોટાણા) ગામ - બાઈવાડા, ડીસા તાલુકામાં પરિવારે 51000 તથા સગા-સ્નેહીઓએ 72000 થી વધુ દાનની સરવાણી વહેતી કરી શિક્ષણ માટે મહાદાનની સાચી શ્રદ્ધાંજલિ આપી એક નવો રાહ ચીંધ્યો...







09/11/2020

NMMS STD 8 EXAM

 

*NMMSનું જાહેરનામું બહાર પડી ગયું છે તો તૈયારી શરૂ કરી દો*


*ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખો :*

19/11/2020 થી 19/12/2020

Download Notification

Apply now

*પરીક્ષાની તારીખ :*

28/2/2021


NMMS વિભાગ 2ની તૈયારી કરવા માટેના IMP વિડીયો

https://youtu.be/AsXMbA7-6v8

🔹NMMS પરીક્ષા કવીઝ 1

👉🏻https://youtu.be/AsXMbA7-6v8


🔸NMMS પરીક્ષા કવીઝ 2

👉🏻https://youtu.be/a3MV2TxDCLU


▪️NMMS પરીક્ષા કવીઝ 3

👉🏻https://youtu.be/BKRxY5YUzsk


🔹NMMS પરીક્ષા કવીઝ 4

👉🏻https://youtu.be/Qb0JEp4Jk44


🔸NMMS પરીક્ષા કવીઝ 5

👉🏻https://youtu.be/k6pNwSPTqh0


▪️NMMS પરીક્ષા કવીઝ 6

👉🏻https://youtu.be/R2tjyQ7pnmA


🔸NMMS પરીક્ષા કવીઝ 7

👉🏻https://youtu.be/wzMImqLr7qE


🔹NMMS પરીક્ષા કવીઝ 8

👉🏻https://youtu.be/FP4bDcW51KQ



*આગામી NMMS ને લગતી નવી કવીઝ All help Guruji ચેનલમાં જ મુકવાના આવશે તો like, share અને Subscribe કરી લો.*




🙏🏻🙏🏻🙏🏻🙏🏻

08/11/2020

Join Rabari .com telegram and whatsapp group


Rabari .com Whatsapp group Join now

Rabari .com Telegram group Join now

RECT GPSC SPECIAL BATCH 2020-21


*🎯RECT GPSC SPECIAL BATCH 2020-21🎯*


*🌐પ્રવર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોના મહામારી ની સમસ્યા ને કારણે સરકારી ગાઈડલાઈન ને અનુસરી ને જે તે સમયે રેક્ટ કલાસ બંધ રાખવામાં આવેલ હતા પણ હાલ દિવાળી પછી કલાસ શરૂ કરવાની મંજૂરી મળી શકે એવી શક્યતા હોઈ રેક્ટ મેમનગર ખાતે ક્લાસની પુનઃશરૂઆત કરવાનું આયોજન કરવામાં આવનાર છે..*


*✨હાલમાં જ જી.પી.એસ.સી દ્વારા વિવિધ જાહેરાતો અને પરીક્ષાનું ટાઇમટેબલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને જૂની જાહેરાતો ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવેલ છે એ ધ્યાન માં રાખીને ક્લાસની મંજૂરી મળતાની સાથે જ સરકારી ગાઈડલાઈન અનુસરી ને પહેલા દિવસથી કલાસ શરૂ કરી દેવામાં આવશે...*


*🔜રબારી સમાજ ના જે વિદ્યાર્થીઓ રેક્ટ જી.પી.એસ.સી સ્પેશ્યલ બેચ ને જોઈન કરવા માંગતા હોય એમને પોતાનું પૂરું નામ - ગામનું નામ, એજ્યુકેશન ડિટેઇલ્સ લખીને નીચેના નંબર પર વોટ્સઅપ મેસેજ કરી ને રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે...વર્ગ માં જોડાવા માટે વહેલી તકે મેસેજ કરવો જેથી ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસવાની વ્યવસ્થા પ્રમાણે કેટલી બેચ શરૂ કરવી એનું પૂરતું આયોજન કરી શકાય..*

*🔰રજીસ્ટ્રેશન નંબર - 9824999391*


*🎯આ બેચ માં નિઃશુલ્ક એડમિશમ રહેશે.*

*✨ગ્રેજ્યુએશન અથવા તો કોલેજ ના છેલ્લા વર્ષ માં હોય એવા વિદ્યાર્થીઓ આ બેચ માં જોડાઈ શકશે..*

*⭐જે તે વિષય ના શ્રેષ્ઠ વિષય નિષ્ણાત દ્વારા અભ્યાસ આપવામાં આવશે..*

*💊જુના વિદ્યાર્થીઓ જે છેલ્લે ચાલુ બેચ માં હતા એમને મેસેજ માં છેલ્લે Running Batch લખી દેવું..*


*📍રેક્ટ ઓફિસ એડ્રેશ - રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રેક્ટ), વિસત કોમ્પ્લેક્ષ, વાળીનાથ ચોક, મેમનગર - 7777999391*


*👉નોંધ - હાલમાં રેક્ટ લાઈબ્રેરી 24×7 ચાલુ જ હોય છે તો જે વિદ્યાર્થીઓ વાંચન માટે લાઈબ્રેરી આવવા માંગતા હોય તે ગમે તે સમયે વાંચવા આવી શકે છે...લાઈબ્રેરી માં આવો ત્યારે ફરજીયાત પણે માસ્ક પહેરીને આવવું..*

 

06/11/2020

GPSC 1203 Recruitment


GPSC Class I & II સહિત વિવિધ વિભાગો માટે વર્ગ-૧, ૨ અને ૩ ની કુલ - ૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ....


ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ ૧૫, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ ૨૦,  જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦૩, મદદનીશ રાજ્યવેરા કમિશ્નરની કુલ ૩૮, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ ૦૧; એમ સંયુક્ત રીતે વર્ગ-૧ ની કુલ ૭૭ જગ્યાઓ તથા સેક્શન અધિકારી (વિધાનસભા) ની કુલ ૦૧, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની કુલ ૦૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૬૪, જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કુલ ૨૫, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિ.જા.) ની કુલ ૦૧ એમ સંયુક્ત રીતે વર્ગ-૨ ની કુલ ૧૨૩ જગ્યાઓ એમ સંકલિત કુલ ૨૦૦ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧/૧૨/૨૦૨૦ છે. કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક આ પરીક્ષામાં ભાગ લઇ શકે છે. જે વિદ્યાર્થીઓ એમના અભ્યાસના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે અને જેમનું પરિણામ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જાહેર થઇ જશે, તેઓ પણ અરજી કરી શકે છે. સદર જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષા (૨૦૦ માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો,  સમય ૩ કલાક) ૨૧/૦૩/૨૦૨૧ ના રોજ લેવાશે, જેનું પરિણામ મે-૨૦૨૧ માં પ્રસિદ્ધ થશે. મુખ્ય પરીક્ષા (૧૫૦ માર્ક્સના ૬ પ્રશ્નપત્રો,  સમય ૩ કલાક) ૦૪, ૧૧ અને ૧૮ જુલાઇ-૨૦૨૧ ના રોજ યોજાશે. મુખ્ય પરીક્ષાના અંગ્રેજી/ગુજરાતી ભાષાના પ્રશ્નપત્રો જે-તે ભાષામાં જયારે તે સિવાયના પ્રશ્નપત્રો ઉમેદવાર પોતાની મનપસંદ ભાષામાં આપી શકશે. એક જ પ્રશ્નપત્રમાં બે પ્રશ્નો જુદી-જુદી ભાષામાં લખી શકાશે. મુખ્ય પરીક્ષાનું પરિણામ ઓક્ટોબર-૨૦૨૧ માં જાહેર થશે. ઇન્ટરવ્યૂ નવેમ્બરમાં થશે અને આખરી પરિણામ ૩૦ નવેમ્બર, ૨૦૨૧ પહેલા પ્રસિદ્ધ કરવામાં આવશે. 


તદઉપરાંત, હિસાબી અધિકારી, વર્ગ-૧ ની કુલ-૧૨ જગ્યાઓ, પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૫૧ જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી, વર્ગ-૩ ની કુલ-૨૫૭ જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના સહપ્રાધ્યાપકોની કુલ-૩૮ જગ્યાઓ, સરકારી વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને કાયદા વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૧૮૬ જગ્યાઓ, બી.એડ. વિદ્યાશાખાની કોલેજો ખાતે વિવિધ વિષયોના મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-૨૮ જગ્યાઓ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની કુલ-૫૧ જગ્યાઓ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડની કુલ-૧૧૯ જગ્યાઓ, વહીવટી અધિકારી ઉદ્યોગ અને ખાણ વિભાગની કુલ-૦૧, મુખ્ય ઔદ્યોગિક સલાહકાર, વર્ગ-૧ ની કુલ-૦૧, ઉદ્યોગ અધિકારી (તાંત્રિક), વર્ગ-૨ ની કુલ-૦૧, ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૧ ની કુલ-૦૭, સંશોધન અધિકારી, વર્ગ-૨ ની કુલ-૩૫, ગ્રંથાલય નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-૧ ની કુલ-૦૧, સહાયક પુરાતત્વ નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૫, મદદનીશ બાગાયત નિયામક, વર્ગ-૨ ની કુલ-૦૧, અધીક્ષક પુરાતત્વવિદ, વર્ગ-૨ ની કુલ-૦૧, વહીવટી અધિકારી (મત્સ્યોદ્યોગ), વર્ગ-૨ ની કુલ-૦૧, મદદનીશ નિયામક (બોઇલર), વર્ગ-૨ ની કુલ-૦૫, મદદનીશ ગ્રંથપાલ, વર્ગ-૩ ની કુલ-૦૧, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, વર્ગ-૨ ની કુલ-૦૪, મદદનીશ નિયામક (ઉદ્યોગ અને ખાણ), વર્ગ-૧ ની કુલ-૦૫,  રેડિયોલોજીસ્ટ ની કુલ-૪૯, ફીઝીશીયન, કા.રા.વિ.યો. ની કુલ-૦૫, પીડીયાટ્રીશીયનની કુલ-૧૩૧, ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીના પ્રાધ્યાપકની કુલ-૦૨ અને ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનના પ્રાધ્યાપકની કુલ-૦૪ જગ્યાઓ એમ કુલ-૧૨૦૩ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 


ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા માટેની જીપીએસસી ક્લાસ ૧ & ૨ ની જાહેરાત સતત ચોથા વર્ષે પ્રસિદ્ધ થઇ છે. 


ગુજરાત જાહેર સેવા આયોગ સૌ ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે....


https://gpsc.gujarat.gov.in/Documents/pressrelease/PressRelease_2020-11-5_670.pdf

 


30/10/2020

રબારી સમાજ સગાઈ ટેલીગ્રામ ગ્રુપ લિંક... Join us

🌹રબારી સમાજ સગાઈ ગ્રુપ🌹

1-- નામ-

2--ગામ--પરગણું

3--પોતાની શાખ

4--મોસાળ શાખ

5-- અભ્યાસ

6--ધંધો  કે નોકરી કઈ

7--પગાર આવક

8--ઉમર

9--પાત્રો પુખ્તવયના જરૂરી

10--રિ મેરેજ કે મેરેજ

11--વાલી સંપકૅ નં.

13--ફોટા મુકવા નહી

14--જેને દિકરી ના ડેટા ગ્રુપમા ન મુકવા હોય તે મારા નં-9327502081 ઉપર મુકી શકે છે

15--નોધ--જેને સરખાઈ મળતી હોય તેમના વાલીઓયે એક બીજા નો સંપકૅ કરવો અને એક બીજા ની પસંદગી થાય તો ગોળ ખાવો અમોને ખાલી આશિવૉદ મોકલાવો🙏🏻

16--🌹ગ્રુંપ એડમન--હરજીભાઈ પેથાપુર. ગાધીનગર ફોન.9327502081 અમૃતભાઈ કહીપુર ૬૩૫૫૫૫૬૧૭૯

🙏 આ લીંક રબારી સમાજ  માટે છે . આ ગ્રુપ સગાઈ માટે બનાવેલ છે.બીજા યુવાનો વડીલો ભાઈઓ બહેનોને  ફોરવર્ડ કરજો જેથી આ સેવાનો લાભ બીજા મિત્રો પણ લઇ શકે 🙏

Join telegram group Click here

Join whatsapp group Click here 



🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹